PM મોદીનું ઇજિપ્તના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી થયું સન્માન, ‘ઓર્ડર ઓફ ધ નાઈલ’શું છે? જાણો


  • Published By :
  • Published Date : 2023-06-25 16:06:21

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની મુલાકાત બાદ તેઓ ઇજિપ્ત પહોંચ્યા છે. આ દરમિયાન તેમણે ઇજિપ્તની રાજધાની કૈરોમાં રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તહ અલ-સીસી સાથે મુલાકાત કરી હતી. ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસીના હસ્તે પીએમ મોદીને ઇજિપ્તના સૌથી મોટા સન્માનથી નવાજવામાં આવ્યા છે. PM મોદીને ઇજિપ્તનો સર્વોચ્ચ એવોર્ડ 'ઓર્ડર ઓફ ધ નાઇલ' એનાયત કરવામાં આવ્યો છે.


'ઓર્ડર ઓફ ધ નાઇલ' એવોર્ડ શું છે?


ઓર્ડર ઓફ ધ નાઇલ (કિલાદત અલ નીલ)ની સ્થાપના વર્ષ 1915 માં ઇજિપ્તના સુલતાન હુસૈન કામલ દ્વારા કરવામાં આવી હતી. ઓર્ડર ઓફ ધ નાઇલ એવોર્ડ દેશ માટે ઉપયોગી સેવા આપનાર વ્યક્તિઓને એનાયત કરવામાં આવે છે. વર્ષ 1953માં રાજાશાહી નાબૂદ થઈ ત્યાં સુધી તે ઇજિપ્તના રાજ્યના મુખ્ય આદેશોમાંનો એક હતો. વર્ષ 1953માં ઇજિપ્ત એક પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યા પછી, તેના સર્વોચ્ચ સન્માન, ઓર્ડર ઓફ ધ નાઇલનું પુનર્ગઠન કરવામાં આવ્યું હતું. ઓર્ડર ઓફ ધ નાઇલએ શુદ્ધ સોનાનો કોલર છે જેમાં સોનાના ત્રણ ચોરસ ટુકડાઓનો બનેલો છે, અને તેના પર ફેરોનિક પ્રતીક હોય છે.


13મું સર્વોચ્ચ રાષ્ટ્રિય સન્માન મળ્યું


છેલ્લા 9 વર્ષમાં PM મોદીને ઘણા આંતરરાષ્ટ્રીય એવોર્ડ મળ્યા છે. ઇજિપ્તનો આ રાષ્ટ્રીય પુરસ્કાર એ 13મું સર્વોચ્ચ રાષ્ટ્રિય સન્માન છે જે વિશ્વના વિવિધ દેશોએ PM મોદીને એનાયત કર્યું છે.


મસ્જિદ અલ-હકીમ મસ્જિદની મુલાકાત લીધી


PM મોદીએ કૈરોમાં દાઉદી વોહરા સમુદાય માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવતી 11મી સદીની મસ્જિદ અલ-હકીમ મસ્જિદની પણ મુલાકાત લીધી હતી. 1997 પછી કોઈ ભારતીય પ્રધાનમંત્રી ઈજિપ્તની મુલાકાતે ગયા છે. અલ-હકીમ મસ્જિદ મસ્જિદના રિનોવેશનનો શ્રેય ભારતીય વોહરા સમુદાયના સુલતાન મુફદ્દલ સૈફુદ્દીન અને તેમના આધ્યાત્મિક નેતા અલ-દાઈ અલ-મુતલકને જાય છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?