સંસદની કાર્યવાહી દરમિયાન સુરક્ષા ચૂક મામલે વિપક્ષી સાંસદોએ સંસદમાં થયેલા સુરક્ષા ચૂક મામલે હંગામો કર્યો હતો. અનેક વિપક્ષી સાંસદોને એક સાથે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતી. હજી સુધી 141 સાંસદોને રાજ્યસભા તેમજ વિધાનસભામાંથી આખા શિયાળા સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વિપક્ષી સાંસદો આ વાતને લઈ વિરોધ કરી રહ્યા છે. સંસદની બહાર બેસી સાંસદો સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. આ મુદ્દો તો ચર્ચામાં હતો પરંતુ ગઈકાલે તૃણુમુલ કોંગ્રેસના સાંસદ કલ્યાણ બેનર્જીએ રાજ્યસભા અધ્યક્ષ તેમજ ઉપરાષ્ટ્રપતિની સંસદની બહાર મિમિક્રી કરી હતી જેનો વીડિયો રાહુલ ગાંધીએ ઉતાર્યો હતો. આ બાદ દરેક જગ્યા પર આને લઈ ચર્ચાઓ થઈ રહી છે.
રાષ્ટ્રપતિએ તેમજ પીએમ મોદીએ ઘટનાને વખોડી
મિમિક્રીનો વીડિયો વાયરલ થયા બાદ જગદીપ ધનખડે આ મામલે દુખ વ્યક્ત કર્યું હતું. તેમનું દર્દ છલકાઈ આવ્યું હતું. ઉપરાષ્ટ્રપતિની મિમિક્રીને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સાથે ફોન પર વાત કરી હતી. આ અંગેની જાણકારી જગદીપ ધનખડે આપી હતી. રાષ્ટ્રપતિએ પણ આ ઘટનાને વખોડી હતી. આ બધા વચ્ચે સાંસદ કલ્યાણ બેનર્જીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે તેમનો ઈરાદો તેમની મજાક કરવાનો ન હતો.
પીએમ મોદીનો વીડિયો જયરામ રમેશે શેર કર્યો અને લખ્યું કે...
આટલા બધા સાંસદોને સસ્પેન્ડ કરાતા કોંગ્રેસ તેમજ વિપક્ષી સાંસદોઆને લઈ આક્રામક દેખાઈ રહ્યા છે. કોંગ્રેસ દ્વારા સોશિયલ મીડિયા પર અનેક વખત આને લઈ પોસ્ટ મૂકવામાં આવી છે. ત્યારે કોંગ્રેસના નેતા જયરામ રમેશે સોશિયલ મીડિયા પર પીએમ મોદીનો એક વીડિયો પોસ્ટ કર્યો છે અને મિમિક્રીનો મુદ્દો ઉઠાવીને 142 સાંસદોના સસ્પેન્શન પરથી ધ્યાન હટાવવાના આડેધડ પ્રયાસો થઈ રહ્યા છે. સંસદના ઈતિહાસમાં ક્યારેય આટલા મોટા પાયા પર સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા નથી. પણ જેઓ મિમિક્રીની વાત કરે છે તેઓને જરા યાદ રહે કે કોણે કોની નકલ કરી અને તે પણ લોકસભામાં?