ગુજરાત હાઈકોર્ટે કેજરીવાલને 25 હજારનો દંડ ફટકાર્યો, PM મોદીના ડિગ્રી-સર્ટિફિકેટની માગી હતી વિગત


  • Published By :
  • Published Date : 2023-03-31 16:29:44

આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રિય કન્વિનર અને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ પર ગુજરાત હાઈકોર્ટે રૂ.25 હજારનો દંડ ફટકાર્યો છે. હાઈકોર્ટે આજે શુક્રવારે આ પીએમ મોદીની ડિગ્રી બતાવવાની કેજરીવાલની માગ ફગાવી દેતા ચુકાદો સંભળાવ્યો હતો. ન્યાયાધીશે કહ્યું કે પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)એ નરેન્દ્ર મોદીની સ્નાતક અને એમએનું ડિગ્રી સર્ટી રજુ કરવાની જરૂર નથી. 


CICનો આદેશ રદ્દ  


ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ બીરેન વૈષ્ણવે મુખ્ય માહિતી અધિકારી (CIC)ના તે આદેશને પણ રદ્દ કરી દીધો જેમાં PMOના  માહિતી અધિકારી (PIO) અને ગુજરાત યુનિવર્સિટી અને દિલ્હી યુનિવર્સિટીના PIOને PM નરેન્દ્ર મોદીની ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી અંગેની વિગત રજુ કરવાની સુચના આપવામાં આવી હતી.


કેજરીવાલ પર રૂ.25 હજારનો દંડ


મીડિયા રિપોર્ટ મુજબ ગુજરાત હાઈકોર્ટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર રૂ.25 હજારનો દંડ પણ લગાવ્યો હતો, કેજરીવાલે PM મોદીના ડિગ્રી સર્ટિફિકેટની ડિટેલ માંગી હતી. સીએમ કેજરીવાલે આ રકમ ગુજરાત રાજ્ય લિગલ સર્વિસ ઓથોરીટી સમક્ષ જમા કરાવવાની રહેશે.



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..