ગુજરાત યુનિ. માનહાનિ કેસમાં કેજરીવાલ અને સંજય સિંહની મુશ્કેલી વધી, અમદાવાદ સેશન્સ કોર્ટે રિવિઝન અરજી ફગાવી


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-14 19:23:30

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહને આજે સેસન્સ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહની રિવિઝન અરજી અમદાવાદ સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. ગુજરાત યુનિવર્સિટી બદનક્ષી કેસમાં અમદાવાદની સેશન્સ કોર્ટમાં ચુકાદો આપતી વખતે એડિશનલ સેશન્સ જજ જે.એમ.બ્રહ્મભટ્ટે માનહાનિનાના કેસમાં રાહત આપવાનો ઇનકાર કરતા રિવિઝન અરજી ફગાવી દીધી હતી.


કેજરીવાલે દલીલ કરી હતી કે.. 


ગુજરાત યુનિવર્સિટી માનહાનિ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વતી હાજર રહેલા વકીલે સેશન્સ કોર્ટમાં દલિલ કરી હતી કે ગુજરાત યુનિવર્સિટી રાજ્ય સરકાર હેઠળ છે. આવી સ્થિતિમાં સ્ટેટ હોવાના કારણે તે માનહાનિનો કેસ કરી શકે નહીં. કેજરીવાલની આ દલીલ પર ગુજરાત યુનિવર્સિટીએ કહ્યું કે સરકાર તેના તમામ નિર્ણયો લેતી નથી. આવી સ્થિતિમાં તેને સ્ટેટમાં રાખી શકાય નહીં. આ દલીલો બાદ કોર્ટે તેની સુનાવણી મુલત્વી રાખી હતી. જો કે કોર્ટે આજે કેજરીવાલની જામીન અરજી ફગાવીને તેમની મુશ્કેલી વધારી છે. હવે આ મામલે આગામી સુનાવણી 23 સપ્ટેમ્બરના રોજ થશે.


શું છે સમગ્ર મામલો?


PM મોદીની ડિગ્રી સાથે જોડાયેલો આ આખો મામલો સાત વર્ષ જૂનો છે. એપ્રિલ 2016માં સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશને કેજરીવાલ પાસેથી તેમના ચૂંટણી ફોટો ઓળખ કાર્ડ અંગે માહિતી માંગી હતી. જવાબમાં કેજરીવાલે કહ્યું હતું કે તેઓ CICને માહિતી આપવા તૈયાર છે પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શૈક્ષણિક ડિગ્રી જાહેર કરવા માટે કહેવામાં આવે. સીઆઈસીએ કેજરીવાલના જવાબને આરટીઆઈ અરજી તરીકે ગણતો આદેશ પસાર કર્યો હતો. જેમાં ગુજરાત યુનિવર્સિટીને પીએમ મોદીની ડિગ્રીની વિગતો આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. આ આદેશ સામે ગુજરાત યુનિવર્સિટીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટે 31 માર્ચ, 2023ના રોજ પોતાનો ચુકાદો આપતાં CICને આપેલા આદેશને રદ કર્યો અને કેજરીવાલ પર 25,000 રૂપિયાનો દંડ ફટકાર્યો. હાઈકોર્ટના નિર્ણય બાદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ગુજરાત યુનિવર્સિટીનો આરોપ છે કે કેજરીવાલે આમાં યુનિવર્સિટીને બદનામ કરી છે. આ પછી યુનિવર્સિટીના રજિસ્ટ્રાર વતી કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં કેજરીવાલ તેમજ સંજય સિંહ પર માનહાનિનો આરોપ લગાવવામાં આવ્યો હતો.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?