PM મોદી ડીગ્રી વિવાદ: અરવિંદ કેજરીવાલ, સંજય સિંહ ગુજરાત યુનિ બદનક્ષી કેસમાં સમન્સ રદ કરાવવા ગુજરાત HCના શરણે


  • Published By :
  • Published Date : 2023-09-18 21:34:04

દિલ્હીના મુખ્યમંત્રી અને આપના રાજ્ય સભા સાંસદ સંજય સિંહને અમદાવાદ મેટ્રો કોર્ટમાંથી કોઈ રાહત ન મળતા અંતે તેમણે ગુજરાત હાઈકોર્ટનું શરણું લીધું છે. અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની શૈક્ષણિક ડિગ્રી અંગે કથિત રીતે અપમાનજનક નિવેદનો કરવા બદલ તેમની સામે જારી કરાયેલા સમન્સને રદ કરવાનો સેશન્સ કોર્ટના ઇનકાર સામે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી છે. ઉલ્લેખનિય છે કે ગુજરાત યુનિવર્સિટી બદનક્ષી કેસમાં અમદાવાદ મેટ્રો કોર્ટ અરવિંદ કેજરીવાલ અને સંજયસિંઘ સામે સમન્સ કાઢી ચૂકી છે. કેજરીવાલ અને કોટવાલે તેમના એડવોકેટ ઓમ કોટવાલ અને ફારૂખ ખાન દ્વારા દાખલ કરેલી અપીલમાં ન્યાયાધીશ જે એમ બ્રહ્મભટ્ટના 14 ડિસેમ્બરના રોજના આદેશને પડકાર્યો છે, તેમણે આ મામલે બંનેની રિવિઝન અરજી ફગાવી દીધી હતી.


સેશન્સ કોર્ટ રિવિઝન અરજી ફગાવી ચૂકી છે


કેજરીવાલ અને સંજયસિંહ દ્વારા અગાઉ સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી પર રજૂઆત કરાઈ હતી કે, તેમની સામે મેટ્રો કોર્ટે ખોટા સમન્સ કાઢ્યા છે. કારણ કે, ગુજરાત યુનવર્સિટી સરકારી સંસ્થા છે. તે સ્ટેટની વ્યાખ્યામાં આવે છે. સ્ટેટ બદનક્ષીનો દાવો કરી શકે નહીં. એક વ્યક્તિ બીજા વ્યક્તિ પર માનહાનિનો દાવો કરી શકે છે. સ્ટેટ કોઈ વ્યક્તિ પર માનહાનિનો દાવો કરી શકે નહીં. જ્યારે  યુનિવર્સિટીના વકીલે દાવો કર્યો હતો કે, યુનિવર્સિટી વૈદ્યાનિક સંસ્થા છે અને તેને રાજ્યએ ઊભી કરી છે પરંતુ તે સંપૂર્ણ રીતે રાજ્ય નથી. યુનિવર્સિટી કોઈ કોન્ટ્રાક્ટ આપે અને તેનો ભંગ થાય તો યુનિવર્સિટી કેસ કરી શકે છે. 


શું છે સમગ્ર મામલો?


અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહે અલગ પ્રસ કોન્ફ્રન્સ કરીને ગુજરાત યુનિવર્સિટી પર પ્રધાનમંત્રીની ડિગ્રી મુદ્દે કોઈ ખુલાસો નહીં કરવા મામલે અપમાનજનક નિવેદન કર્યું હતું. દિલ્હીના સીએમ કેજરીવાલે 1 એપ્રિલ 2023ના રોજ પ્રેસ કોન્ફરન્સમાં પીએમ મોદીની ડિગ્રી લઈને અયોગ્ય શબ્દો કહ્યા હતા. આ બાબત ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવી હતી. 2 એપ્રિલે સંજય સિંહે પીએમની ડિગ્રી મામલે પ્રેસ કોન્ફરન્સ કરીને વિગતો સોશિયલ મીડિયા પર મૂકી હતી. જેમાં ગુજરાત યુનિવર્સિટીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. બાદમાં ગુજરાત યુનિવર્સિટી તરફથી કુલ સચિવ ડો. પિયુષ પટેલે મેટ્રો કોર્ટમાં ઇન્ડિયન પીનલ કોડ 500 અંતર્ગત ગુજરાત યુનિવર્સિટીની બદનક્ષીની ફરિયાદ નોંધાવી હતી. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?