ચીનમાં કોરોના સંક્રમણ વધતા દુનિયાભરમાં ચિંતાનો માહોલ છે અને ભારત સહિત અન્ય દેશો પણ એલર્ટ થઈ ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં કોરોનાની સ્થિતિ અને તૈયારી અંગે હાઈલેવલ બેઠક યોજી છે. સ્વાસ્થ્ચ મંત્રાલય તરફથી વડાપ્રધાન મોદીને વિસ્તારથી માહિતીગાર કરવામાં આવ્યા હતા.
#WATCH | PM Narendra Modi reviews the situation related to #COVID19 in the country at a high-level meeting pic.twitter.com/Ql1KvMSIFL
— ANI (@ANI) December 22, 2022
PM મોદીએ કોરોના અંગે માહિતી મેળવી
#WATCH | PM Narendra Modi reviews the situation related to #COVID19 in the country at a high-level meeting pic.twitter.com/Ql1KvMSIFL
— ANI (@ANI) December 22, 2022પીએમ મોદીએ બેઠકમાં કોરોનાની સ્થિતિ અને સ્વાસ્થ્ય મંત્રાલયની તૈયારીઓને લઈ સવાલો કર્યા હતા. વડાપ્રધાન મોદી સાથે કોવિડ પર યોજાયેલી બેઠકમાં નિષ્ણાંતોએ કોવિડ 19 પર ભારત અને ચીન સહિત અન્ય દેશોની સ્થિતિમાં તફાવતને સ્પષ્ટ કરી હતી. પીએમ મોદીએ યોજેલી આ મિટીંગમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા, જ્યોતિરાદિત્ય સિંધિયા, પીકે મિશ્રા, કેબિનેટ સચિવ રાજીવ ગૌબા, ગૃહ સચિવ અજય ભલ્લા, પેટ્રોકેમિકલ સચિવ, સિવિલ એવિએશન સચિવ હાજર રહ્યા હતા.
મનસુખ માંડવિયાએ શું કહ્યું?
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કોરોનાથી બચવા માટે સરકારે જાહેર કરેલ માર્ગદર્શિકાનું પાલન કરવાની લોકોને અપીલ કરી હતી. તેની સાથે-સાથે આ મહામારી સામે લોકજાગૃતી લાવવા માટે અનુરોધ કર્યો હતો. દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિ અને સરકારની તૈયારીઓ અંગે મનસુખ માંડવિયાએ કહ્યું કે “સરકાર સતત પગલાં લઈ રહી છે અને રાજ્યોને પણ એલર્ટ રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. આ સાથે જ રાજ્યોને નવા આવતા કોરોનાના કેસના જીનોમ સિક્વન્સ કરવાની પણ સલાહ આપવામાં આવી છે. જેથી કોરોના વેરિઅન્ટના નવા પ્રકારો પણ જાણી શકાય. નવા વર્ષ અને તહેવારને ધ્યાનમાં રાખીને, માસ્ક, સેનિટાઈઝર અને અન્ય કોરોના ઉપાયો અપનાવવાની સલાહ આપવામાં આવી છે.