PM મોદીએ જણાવ્યું તેમની તંદુરસ્તીનું રહસ્ય, કહ્યું 'હું રોજ 3 કિલો ગાળો ખાઈને પચાવું છું'


  • Published By :
  • Published Date : 2022-11-12 17:31:19

પીએમ મોદી આજે શનિવારે તેલંગાણા પહોંચ્યા હતા. મોદીએ ત્યાં એક રેલીમાં સંબોધન કરતા રાજ્યના મુખ્યમંત્રી કેસીઆરને નિશાન બનાવી આકરા પ્રહારો કર્યા હતા. મોદીએ કહ્યું કે "તેમની અંદર અતિ એનર્જી એટલા માટે છે કેમ છે કે તે ખુબ જ ગાળો ખાય છે". કેસીઆર દરરોજ ભય, નિરાશા અને અંધવિશ્વાસના કારણે તેમને સવાર-સાંજ ગાળો આપે છે. જો કે તેમણે તે પણ કહ્યું કે હું છેલ્લા 20-22 વર્ષમાં વિવિધ પ્રકારની ગાળો ખાઈ ચુક્યો છું. 


'જનતાની સેવામાં કામ આવે છે ગાળો'


કેસીઆર પર નિશાન સાધતા પીએમએ કહ્યું કે 'તેલંગાણામાં જે લોકોને સત્તા મળી છે તેઓ માત્ર મોદીને ગાળો આપવા અને કોસવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. "હું ગઈ કાલે સવારે દિલ્હીમાં હતો, બપોરે કર્ણાટક પહોંચ્યો, પછી રાત્રે તમિલનાડુ પહોંચ્યો અને હવે તેલંગાણામાં છું," તેમણે કહ્યું. લોકો મને પૂછે છે કે આ ઊર્જા ક્યાંથી આવે છે? હું કહું છું કે હું દરરોજ અઢીથી ત્રણ કિલો ગાળો ખાઉં છું. ભગવાને મારામાં અંદર એવી રચના બનાવી છે કે બધી જ ગાળો અંદર જાય અને પોષણમાં પરિવર્તિન થઈ જાય છે, સકારાત્મક ઉર્જા બની જાય છે. જે જનતાની સેવામાં કામ આવે છે.'



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?