ગાંધી જયંતિની પૂર્વસંધ્યાએ દેશના વિવિધ ભાગોમાં ગાંધીજીને આપવામાં આવી 'સ્વચ્છાંજલિ', PM મોદીથી લઈને CM ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓએ કર્યું શ્રમદાન


  • Published By :
  • Published Date : 2023-10-01 16:08:51

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાન પર આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 154મી જયંતિના એક દિવસ અગાઉ સમગ્ર દેશમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાનમાં પીએમ મોદી, તથા કેન્દ્રિય કેબિનેટના પ્રધાનો, ગુજરાતના સીએમ ભુપેન્દ્ર પટેલ, અને રાજ્યના મંત્રી મડળના સભ્યો ઉપરાંત ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ જોડાયા હતા. ઉલ્લેખનિય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતના 105મા એપિસોડ દરમિયાન તમામ નાગરિકોને 1 ઓક્ટોબરના રોજ 'સ્વચ્છતા માટે એક કલાકના શ્રમદાન' માટે અપીલ કરી હતી અને મહાત્મા ગાંધી જયંતિની પૂર્વસંધ્યાએ ગાંધીજીને 'સ્વચ્છાંજલિ' આપવાના વાત કરી હતી.  PM મોદીએ લોકોને 1 ઓક્ટોબરના રોજ સવારે 10 વાગ્યાથી એક કલાક માટે સ્વચ્છતા માટે શ્રમદાન કરવાની અપીલ પર મોટા નેતાઓથી લઈને સામાન્ય લોકોએ પણ આજે દેશના વિવિધ શહેરોમાં શ્રમદાન કર્યું હતું.



PM નરેન્દ્ર મોદી


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાથમાં ઝાડુ લઈને એક પાર્કની સફાઈ કરી હતી. વડાપ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર અંકિત બૈયાનપુરિયા સાથે પાર્કમાં શ્રમદાન કરતો એક વીડિયો પોસ્ટ કર્યો હતો.


 


ગૃહમંત્રી અમિત શાહ


કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં રાણીપ AMTS બસ સ્ટેન્ડ પાસે 'એક તારીખ-એક કલાક' મંત્ર સાથે સ્વચ્છતા શ્રમદાન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. 'સ્વચ્છતા હી સેવા' અભિયાનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જોડાયા હતા, તેઓએ રાણીપ AMTS બસ સ્ટેન્ડ પાસે સાફ-સફાઈ કરી હતી.  


પીયૂષ ગોયલ અને લોકસભા સ્પીકર ઓમ બિરલા


રાજસ્થાનના કોટામાં કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ અને લોકસભા સ્પીકર ઓમ બિરલાએ 'સ્વચ્છતા હી સેવા' અભિયાનમાં ભાગ લીધો હતો. 


ધર્મેન્દ્ર પ્રધાન


કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને દિલ્હીમાં 'સ્વચ્છતા હી સેવા' અભિયાનમાં ભાગ લીધો હતો.


રાજીવ ચંદ્રશેખર 


કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે દિલ્હી સ્થિત સફદરજંગ રેલવે સ્ટેશન પર 'સ્વચ્છતા હી સેવા' અભિયાનમાં ભાગ લીધો હતો.


જે.પી. નડ્ડા અને મીનાક્ષી લેખી


ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા અને કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખીએ દિલ્હીમાં યોજાયેલા 'સ્વચ્છતા અભિયાન'માં ભાગ લીધો હતો અને રસ્તાઓની સફાઈ કરી હતી.


જ્યોતિરાદિત્ય સિંધિયા


કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં 'સ્વચ્છતા અભિયાન' કાર્યક્રમમાં ભાગ લીધો હતો.


CM ભૂપેન્દ્ર પટેલે


'સ્વચ્છતા હી સેવા'ના મંત્ર સાથે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના ઘાટલોડિયા ખાતે સ્વચ્છતાના કાર્યમાં જોડાઈને શ્રમદાન કર્યું હતું. 


ગોવાના CM પ્રમોદ સાવંત 


ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે ઉત્તર ગોવાના સેન્કેલીમ સ્થિત હાઉસિંગ બોર્ડ જંક્શન ખાતે 'સ્વચ્છતા અભિયાન' કાર્યક્રમમાં ભાગ લીધો હતો.


ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથ


ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ચક્રતીર્થ નૈમિષારણ્ય ખાતે 'સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ'માં ભાગ લીધો હતો.


ઉત્તરાખંડના CM પુષ્કર સિંહ ધામી


ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ હલ્દ્વાનીમાં 'સ્વચ્છતા અભિયાન' કાર્યક્રમમાં ભાગ લીધો હતો.


સી. આર. પાટીલ


"સ્વચ્છતા હી સેવા" અભિયાનમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ પણ જોડાયા હતા.  સુરતના નાનપુરા નાવડી ઓવારા ખાતે સી.આર.પાટીલે શ્રમદાન કર્યુ હતું, તેઓની સાથે સુરતના ધારાસભ્યો પણ શ્રમદાન અભિયાનમાં જોડાયા હતા.


 ઋષિકેશ પટેલ


કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે આજે મહેસાણા જિલ્લાના વાલમ ગામ ખાતે 'સ્વચ્છતા હી સેવા'ના મંત્ર સાથે સ્વચ્છતાના કાર્યમાં જોડાઈને શ્રમદાન કર્યું હતું.


મુળૂભાઈ બેરા


'સ્વચ્છતા હી સેવા' અભિયાન અંતર્ગત કેબિનેટ મંત્રી મુળૂભાઈ બેરાએ દેવભૂમિ દ્વારકાના શિવરાજપુર બીચ ખાતે સ્વચ્છતા માટે શ્રમદાન કર્યું. 


કુબેર ડીંડોર


કેબિનેટ મંત્રી કુબેર ડીંડોરે 'સ્વચ્છતા હી સેવા' અભિયાન અંતર્ગત લુણાવાડા ખાતે સ્વચ્છતા માટે શ્રમદાન કાર્યક્રમમાં સફાઈ કરી હતી. 


હર્ષ સંઘવી


મહાત્મા ગાંધી જયંતીના પૂર્વ દિવસે આયોજિત દેશવ્યાપી સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ અંતર્ગત Ahmedabadના નરોડા ખાતે ઝૂલેલાલ મંદિરના પ્રાંગણમાં આયોજિત સ્વચ્છતા કાર્યક્રમમાં મંત્રી હર્ષ સંઘવીએ પણ જોડાઈને વિવિધ મહાનુભાવો, કાર્યકર્તાઓ અને સ્થાનિકો સાથે સફાઈ કાર્ય કર્યું હતું. 



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...