કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ શુક્રવારે લદ્દાખના કારગીલમાં રેલીને સંબોધિત કરી હતી. રાહુલ ગાંધીએ ભાજપ અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. પોતાના લદ્દાખ પ્રવાસના છેલ્લા તબક્કામાં રાહુલ ગાંધીએ કારગીલમાં ભાજપ પર પ્રહાર કરતા સવાલ કર્યો હતો કે તે લદ્દાખની જમીન છીનવીને અદાણી ગ્રુપને આપવા માગે છે. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે આ જ કારણ છે કે ભાજપ લદ્દાખી લોકોને યોગ્ય પ્રતિનિધિત્વ નથી આપતી. કેમ કે ત્યાર બાદ તેઓ સ્થાનિક લોકોની જમીન નહીં લઈ શકે. પરંતુ કોંગ્રેસ આવું ક્યારેય થવા નહીં દે.
#WATCH ...लद्दाख एक रणनीतिक स्थान है...एक बात तो साफ है कि चीन ने भारत की ज़मीन छीनी है...दुख की बात है कि विपक्ष की बैठक में पीएम मोदी ने कहा कि लद्दाख का एक इंच भी चीन ने नहीं लिया है, यह एक झूठ है...: कांग्रेस सांसद राहुल गांधी, कारगिल, लद्दाख pic.twitter.com/kAyxhtIJRA
— ANI_HindiNews (@AHindinews) August 25, 2023
લદ્દાખ એક રણનૈતિક સ્થાન
#WATCH ...लद्दाख एक रणनीतिक स्थान है...एक बात तो साफ है कि चीन ने भारत की ज़मीन छीनी है...दुख की बात है कि विपक्ष की बैठक में पीएम मोदी ने कहा कि लद्दाख का एक इंच भी चीन ने नहीं लिया है, यह एक झूठ है...: कांग्रेस सांसद राहुल गांधी, कारगिल, लद्दाख pic.twitter.com/kAyxhtIJRA
— ANI_HindiNews (@AHindinews) August 25, 2023રાહુલ ગાધીએ કહ્યું કે લદ્દાખ રણનિતીની દ્રષ્ટીઓ ખુબ જ મહત્વનું સ્થાન છે. એક વાત તો સ્પષ્ટ છે કે ચીને ભારતની હજારો કિલોમીટર જમીન છીનવી છે, દુ:ખની વાત એ છે કે વિપક્ષની બેઠકમાં PM મોદીએ કહ્યું હતું કે લદ્દાખની એક ઈંચ જમીન પણ ચીને લીધી નથી. આ એક જુઠ્ઠાણું છે. પૂર્વ કોંગ્રેસ પ્રમુખે દાવો કર્યો હતો કે ચીન લદ્દાખમાં ભારતીય વિસ્તાર હડપ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે ખરાબ હવામાનના કારણે ભારત જોડો યાત્રા દરમિયાન તે લદ્દાખનો પ્રવાસ કરી શક્યા નહોંતા.