PM Modiએ વધાર્યો ISROના વૈજ્ઞાનિકોનો ઉત્સાહ, જે જગ્યા પર Chandrayaan-3એ લેન્ડ કર્યું તે જગ્યા હવે ઓળખાશે આ નામથી, PMએ કરી જાહેરાત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-26 12:14:34

સ્પેસ સાયન્સમાં ભારતે ઈતિહાસ રચ્યો છે. ચંદ્રની સપાટી પર ચંદ્રયાન-3એ સોફ્ટ લેન્ડિંગ કર્યું છે. જે ક્ષણે ચંદ્રયાને લેન્ડિંગ કર્યું તે ક્ષણ ભારતના ઈતિહાસમાં યાદગાર ક્ષણ બનીને અંકિત થઈ ગયું. ભારતનું નામ એ દેશોના નામની યાદીમાં સામેલ થઈ ગયું જેમણે ચંદ્ર પર પોતાનું યાન ઉતાર્યું હોય. ભારત ચોથું દેશ બન્યું છે. જ્યારે ચંદ્રયાન-3નું લેન્ડિંગ થયું હતું ત્યારે પીએમ મોદી વિદેશની ધરતી પર હતા. ઓનલાઈન તેઓ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા. ત્યારે ભારત પરત આવીને પીએમ મોદીએ ઈસરોની મુલાકાત લીધી હતી અને વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન આપ્યું હતું. સંબોધન વખતે પીએમ મોદીએ મોટી જાહેરાત કરી કે જે સ્થળ પર ચંદ્રયાન-3એ લેન્ડ કર્યું હતું તે જગ્યાને, તે સ્પોટને શિવશક્તિ નામથી ઓળખવામાં આવશે.

જે જગ્યા પર ચંદ્રયાન-3 ઉતર્યું હતું તે જગ્યાને ઓળખાશે શિવ શક્તિ નામથી 

23 ઓગસ્ટના રોજ લેન્ડ થયેલા ચંદ્રયાન-3એ ભારતને એક મુકામ પર મૂકી દીધો છે. ચંદ્રયાન-3ની સફળતાએ વિશ્વસ્તરે ભારતનો ડંકો વગાડ્યો છે. જ્યારે ચંદ્રયાન-3 લોન્ચ થયું ત્યારે પીએમ મોદી વિદેશની મુલાકાતે હતા. ગ્રીસથી આજે સવારે પરત આવ્યા અને તરત ઈસરોના વૈજ્ઞાનિકોને મળવા પહોંચ્યા હતા. બેંગ્લુરૂ એર્પોર્ટ પર જ્યારે તે પહોંચ્યા ત્યારે તેમણે કહ્યું કે તેઓ ઈસરોના વૈજ્ઞાનિકોને મળવા માટે ઉત્સુક છે. દિલ્હી જવાની બદલીમાં તેઓ ઈસરો પહોંચ્યા હતા અને ત્યારે વૈજ્ઞાનિકોનો ઉત્સાહ વધાર્યો. સંબોધન દરમિયાન પીએમ મોદીએ ઘોષણા કરી કે જે જગ્યા પર ચંદ્રયાન-3 ઉતર્યું હતું તે જગ્યા હવે શિવશક્તિ નામથી ઓળખાશે. તે પણ જાહેરાત કરી કે 23 ઓગસ્ટને નેશનલ સ્પેસ ડેના રૂપમાં મનાવવામાં આવશે. 


કેન્દ્ર સરકાર દ્વારા અનેક જગ્યાઓના કરવામાં આવ્યા છે નામકરણ 

મહત્વનું છે કે જ્યારથી કેન્દ્રમાં ભાજપની સરકાર આવી છે ત્યારથી અલગ અલગ જગ્યાઓને નવા નામ આપવામાં આવી રહ્યા છે. જગ્યાઓનું નામકરણ કરવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે આ વખતે નામ નથી બદલવામાં આવ્યું પરંતુ નવું નામ આપવામાં આવ્યું છે. ભારતની અનેક જગ્યાઓનું તો નામ બદલવામાં આવ્યું છે પરંતુ હવે તો ચંદ્ર પર આવેલી જગ્યાઓને પણ નામ આપવામાં આવી રહ્યા છે.  



અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.