સમગ્ર દેશમાં દિવાળી પર્વની શાંતિપૂર્ણ વાતાવરણમાં તેમજ ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. આપણે તહેવારની ઉજવણી શાંતિપૂર્ણ રીતે એટલા માટે કરી શકીએ છીએ કારણ કે દેશની રક્ષા કરવા માટે સીમાઓ પર દેશના જવાનો તૈનાત હોય છે. આપણે આપણા પરિવારના સભ્યો સાથે તહેવારની ઉજવણી કરી શકીએ તે માટે તે પોતાના પરિવારથી દૂર છે. ત્યારે દેશના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરવા પીએમ મોદી દર વર્ષે જતા હોય છે. ત્યારે આ વર્ષે પણ પીએમ મોદીએ એ પરંપરાને જાળવી રાખી છે. હિમાચલ પ્રદેશમાં જવાનો સાથે પીએમ મોદી દિવાળીની ઉજવણી કરવા પહોંચ્યા છે.
દર વર્ષે પીએમ મોદી દેશના જવાનો સાથે મનાવે છે દિવાળી
દેશના જવાનો સાથે પીએમ મોદી દર વર્ષે દિવાળી પર્વની ઉજવણી કરતા હોય છે. અલગ અલગ જગ્યાઓ પર જાય છે જવાનો સાથે પર્વ મનાવતા હોય છે. 2014માં સિયાચિન ગ્લેશિયરમાં, વર્ષ 2015માં પંજાબના અમૃતસરમાં, વર્ષ 2016માં હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં અને વર્ષ 2017માં કાશ્મીરના ગુરેજમાં સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. આનાથી આગળ વર્ષ 2018માં વડાપ્રધાને ઉત્તરાખંડના કેદારનાથમાં અને વર્ષ 2019માં જમ્મુ સંભાગના રાજૌરીમાં સેનાના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. તે વર્ષ 2020માં દિવાળીની ઉજવણી કરવા પીએમ મોદી રાજસ્થાનના જેસલમેરમાં પહોંચ્યા હતા. રાજૌરી જિલ્લાના નૌશહરામાં વર્ષ 2021ની દિવાળી સેલિબ્રેટ કરી હતી અને વર્ષ 2022માં કારગિલમાં દિવાળી ઉજવી હતી. ત્યારે 2023માં પણ પીએમ મોદીએ આ પરંપરાને જાળવી રાખી છે. આ વખતે પણ પીએમ મોદીએ દેશના જવાનો સાથે દિવાળી ઉજવી છે.
દેશવાસીઓને પીએમ મોદીએ પાઠવી દિવાળીની શુભેચ્છા
દિવાળી પર્વની શુભકામના પણ પીએમ મોદીએ દેશવાસીઓને પાઠવી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઉજવણીની અનેક તસવીરો પોસ્ટ કરવામાં આવી છે જેમાં પીએમ મોદી દેશના જવાનોને મીઠાઈ ખવડાવી રહ્યા છે. તે ઉપરાંત પીએમ મોદીએ દેશના જવાનોને પણ સંબોધિત કર્યા હતા.
देश के अपने सभी परिवारजनों को दीपावली की ढेरों शुभकामनाएं।
— Narendra Modi (@narendramodi) November 12, 2023
Wishing everyone a Happy Diwali! May this special festival bring joy, prosperity and wonderful health to everyone’s lives.