વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) ની ડાયમંડ જ્યુબિલી ઉજવણીનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન PMએ કહ્યું કે દેશની પ્રીમિયમ ઈન્વીસ્ટિગેશન એજન્સી તરીકે CBIના 60 વર્ષ સિદ્ધિઓથી ભરેલા છે. જનતાને સીબીઆઈ પર વિશ્વાસ છે. જાણો PM મોદીના સંબોધનની ખાસ વાતો.
(1) આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે CBIની મુખ્ય જવાબદારી દેશને ભ્રષ્ટાચારથી મુક્ત કરવાની છે. ભ્રષ્ટાચાર એ સામાન્ય ગુનો નથી. ભ્રષ્ટાચાર ગરીબોના અધિકારો છીનવી લે છે, અને અનેક ગુનાઓને જન્મ આપે છે. લોકશાહી અને ન્યાયના માર્ગમાં ભ્રષ્ટાચાર સૌથી મોટો અવરોધ છે.#WATCH | I know that the people against whom you are taking action are very powerful, they have been part of the govt & system for years. Even today they are in power in some states, but you (CBI) have to focus on your work, no corrupt person should be spared: PM Modi pic.twitter.com/EEW3tLYIUg
— ANI (@ANI) April 3, 2023
(2) PM મોદીએ કહ્યું કે આજે દેશમાં ભ્રષ્ટાચાર સામે લડવા માટે રાજકીય ઈચ્છાશક્તિની કોઈ કમી નથી. તમારે ક્યાંય સંકોચ કરવાની જરૂર નથી, ક્યા અટકી જવાની જરૂર નથી"
(3) CBIના વધતા કાર્યક્ષેત્રના વખાણ કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, છેલ્લા 6 દાયકામાં CBIએ Multi Dimensional અને Multi Disciplinary તપાસ એજન્સી તરીકે પોતાની ઓળખ બનાવી છે, આજે CBIનો વ્યાપ વિશાળ બની ગયો છે. CBIએ મહાનગરથી જંગલ સુધી દોડવું પડે છે.
(4) CBI પર સામાન્ય લોકોના વિશ્વાસ વિશે વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે તેની કાર્યશૈલી, કાર્યક્ષમતા અને ક્ષમતાઓથી CBIએ લોકોમાં ઊંડો વિશ્વાસ જગાવ્યો છે. CBI સત્ય, ન્યાયની બ્રાન્ડ બનીને ઉભરી છે! આટલી હદે સામાન્ય લોકોનો ભરોસો અને વિશ્વાસ જીતવો એ સરળ બાબત નથી.