Chattisgarhમાં ચૂંટણી ઢંઢોરો જાહેર થયા બાદ PM Modiએ કર્યો ચૂંટણી પ્રચાર, ગરીબો માટે કહી આ વાત, સાંભળો


  • Published By :
  • Published Date : 2023-11-04 16:39:05

દેશના પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી નજીક આવતા દરેક રાજ્યમાં ચૂંટણી પ્રચાર કરવા માટે પીએમ મોદી જઈ રહ્યા છે. ત્યારે આજે છત્તીસગઢમાં પીએમ મોદી ચૂંટણી પ્રચાર કરવા પહોંચ્યા હતા. છત્તીસગઢના દુર્ગમાં પીએમે જનસભાને સંબોધી હતી. સંબોધન દરમિયાન તેમણે અનેક વાયદાઓ જનતાને કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે અમે ગરીબોમાં વિશ્વાસ જગાવ્યો છે કે તેમની ગરીબી દૂર થઈ શકે છે. અમે એવી નીતિઓ બનાવી કે દરેક ગરીબ પોતાની ગરીબી ખતમ કરવા માટે સૌથી મોટો સૈનિક બનીને મોદીનો સાથી બની ગયો. મોદી માટે દેશની સૌથી મોટી જાતિ એક જ છે – ગરીબ.

ચૂંટણી ઢંઢેરો ભાજપે કર્યો છે જાહેર 

છત્તીસગઢ સહિત દેશના પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી જીતવા માટે પ્રયાસો રાજકીય પાર્ટીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે. ત્યારે છત્તીસગઢમાં ફરી એકવાર સત્તામાં પાછા ફરવાનો પ્રયાસ ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યા છે. ભાજપે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. મોદી કી ગેરંટી નામ હેઠળ આ ઢંઢેરાને જાહેર કરવામાં આવ્યું હતું. ભાજપે દાવો કર્યો છે કે જો તેમની સરકાર બનશે તો આગામી પાંચ વર્ષ છત્તીસગઢ માટે વિકાસના વર્ષ હશે. 


શું છે ભાજપનો ચૂંટણી ઢંઢેરો? 

ભાજપ દ્વારા એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આ સમયગાળા દરમિયાન, સરકાર પ્રથમ બે વર્ષમાં 1 લાખ સરકારી જગ્યાઓ પર ભરતી કરશે, જ્યારે 18 લાખ ગરીબ લોકોને પીએમ આવાસ યોજના હેઠળ ઘર આપવામાં આવશે. આ ઉપરાંત, પાર્ટીએ મહિલાઓને આકર્ષવાનો પણ પ્રયાસ કર્યો છે, જેમની સંખ્યા છત્તીસગઢની મતદાર યાદીમાં ઘણી વધારે છે. ભાજપે વચન આપ્યું છે કે જો સરકાર બનશે તો તે દરેક પરિણીત મહિલાને 12,000 રૂપિયાની આર્થિક મદદ કરશે. આ ઉપરાંત ખેડૂતોને ડાંગરના ટેકાના ભાવ રૂપિયા 3,100 કરવાની ખાતરી પણ આપવામાં આવી છે.

  

જનસભામાં સંબોધન કરતી વખતે કોંગ્રેસ પર કર્યા પ્રહાર 

ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યા બાદ આજે પીએમ મોદીએ છત્તીસગઢમાં રેલીને સંબોધી હતી. જનસભાને સંબોધતા તેમણે કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. જનસભાને સંબોધતા તેમણે કહ્યું કે કોંગ્રેસે ક્યારેય ગરીબોને છેતરપિંડી સિવાય કશું આપ્યું નથી. કોંગ્રેસ ક્યારેય ગરીબોનું સન્માન કરતી નથી. તે ગરીબોની પીડા અને વેદનાને ક્યારેય સમજી નહીં શકે. તે ઉપરાંત તેમણે કહ્યું કે કોંગ્રેસે દેશના દરેક ઓબીસીને જણાવવું જોઈએ કે તે સમગ્ર ઓબીસી સમુદાયનો કેમ દુરુપયોગ કરી રહી છે? જો મોદી ઓબીસી છે તો આમાં સમગ્ર ઓબીસી સમાજનો શું વાંક?

કોંગ્રેસ વિશે જનસભામાં પીએમ મોદીએ કહી આ વાત 

પીએમ મોદીએ જનસભામાં સંબોધન દરમિયાન કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. આ કોંગ્રેસીઓ મોદીને દિવસ-રાત ગાળો આપે છે, હું દરરોજ 2થી 2.5 કિલો ગાળો ખાઉં છું. પરંતુ અહીંના મુખ્યમંત્રીએ દેશની તપાસ એજન્સીઓ અને દેશના સુરક્ષા દળોને પણ ગાળો આપવા લાગ્યા છે. આ સાથીઓ પર પણ આરોપો લગાવવામાં આવી રહ્યા છે. હું મારા ભાઈ-બહેનોને કહીશ કે આ મોદી છે અને તે ગાળો- અપશબ્દોથી ડરતા નથી. ભ્રષ્ટાચારીઓનો હિસાબ લેવા માટે જ જનતાએ મોદીને દિલ્હી મોકલ્યો છે. જેણે અહીંના ગરીબોને લૂંટ્યા છે તેના પર કાર્યવાહી થઈને રહેશે. તેમની પાસેથી પાઈ પાઈનો હિસાબ લેવામાં આવશે.

 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.