કમલમમાં PM મોદીએ ભાજપ નેતાઓનો લીધો ક્લાસ, પાર્ટી માટે કામે લાગી જવાની કરી તાકીદ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-29 11:49:06

રાજ્યમાં ડિસેમ્બર 2022માં યોજાનારી વિધાનસભાની ચુંટણી જેમ-જેમ નજીક આવતી જાયે છે તેમ-તેમ શાસક પક્ષ ભાજપની ચિંતા વધી રહી છે. પીએમ નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ પણ આ ચિંતાને ઉજાગર કરે છે. ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા વડાપ્રધાને કોર કમિટીના સભ્યો સાથે બે કલાક સુધી કમલમમાં બેઠક કરી હતી.



બેઠકમાં મોદીએ સભ્યોનો લીધો ક્લાસ


ભાજપની કોર કમિટીના સભ્યો સાથે કમલમમાં યોજેલી બેઠકમાં મોદીએ કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓના પ્રચાર પર ભાર મુક્યો હતો. સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ પીએમ મોદીએ સભ્યોને લોકોમાં પ્રવર્તતી 'એન્ટી ઈન્કમ્બન્સીને ભૂલાવી દેવા તાત્કાલિક પગલા લેવાનો પણ અનુરોધ કર્યો હતો. મોદીએ ત્રણ મહિનામાં ઉત્તમ પરિણામ લાવવા આંતરિક મતભેદો ભૂલીને પાર્ટી માટે કામે લાગી જવા જણાવ્યું હતું. અત્યાર સુધી ભાજપને માત્ર કોંગ્રેસ તરફથી જ પડકારનો સામનો કરવો પડતો હતો. જો કે હવે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે, આપના નેતા અરવિંદ કેજરીવાલે રાજ્યમાં લોકોને આકર્ષવા માટે ધડાઘડ મોટી જાહેરાતો કરતા ભાજપના અગ્રણી નેતાઓની ઉંઘ હરામ થઈ ગઈ છે. આમ આદમી પાર્ટી સંગઠનનું માળખુ પણ મજબુત બનાવી રહી છે.સ્થાનિક નેતાગીરીથી નારાજ મોદીએ ભાજપના નેતાઓ સાથે ભોજન લેવાનું પણ ટાળ્યું હતું.



'રેવડી કલ્ચર'એ ચિંતા વધારી


મોદીને સૌથી મોટી ચિંતા આમ આદમી પાર્ટીની વધી રહેલી લોકપ્રિયતા છે. કેજરીવાલના 'રેવડી કલ્ચર' એ જ આપને દિલ્લી અને પંજાબમાં સત્તા અપાવી હતી. કેજરીવાલે રાજ્યની પ્રજાની રગ પારખીને  10 લાખ નોકરી, નોકરી ન મળે ત્યાં સુધી 3,000 રૂપિયા પ્રતિ માસનું બેરોજગારી ભથ્થું, 201-400 યૂનિટ સુધીના વીજળીના બિલ પર 50 ટકા સબસિડી, આ સિવાય અરવિંદ કેજરીવાલે મહિલાઓને દર મહિને એક હજાર રૂપિયાની સ્ત્રી સન્માન રાશિનો વાયદો કર્યો છે. સમાજના અન્ય વર્ગોની સમસ્યાઓને ધ્યાને રાખતાં વેપારીઓ અને આદિવાસી-વંચિત સમાજના લોકો માટે પણ મફત સ્વાસ્થ્ય, પારદર્શી વહીવટી તંત્રની સ્થાપના વગેરેની ગૅરંટી જાહેર કરી હતી. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?