દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 73મો જન્મદિવસ છે. PM મોદીએ આજે સવારે દિલ્હી એરપોર્ટ મેટ્રો એક્સપ્રેસ લાઇનના દ્વારકા સેક્ટર 21 થી નવા મેટ્રો સ્ટેશન 'યશોભૂમિ દ્વારકા સેક્ટર 25' સુધીના વિસ્તરણનું ઉદ્ઘાટન કર્યું હતું. તે ઉપરાંત PM મોદીએ યશોભૂમિ કન્વેન્શન સેન્ટરનું પણ લોકાર્પણ કર્યું હતું. આ દરમિયાન PM મોદીએ ધૌલા કુઆથી દ્વારકા સુધી દિલ્હી મેટ્રોમાં મુસાફરી કરી હતી. દર વખતની જેમ આ વખતે પણ તેમણે મેટ્રોમાં મુસાફરી કરતા મુસાફરો સાથે વાતચીત કરી હતી. જ્યારે કેટલાક લોકોએ PM મોદી સાથે સેલ્ફી પણ લીધી હતી. આ સમય દરમિયાન, મેટ્રોમાં મુસાફરી કરી રહેલી એક યુવતીએ તેને તેમના જન્મદિવસ પર અભિનંદન પાઠવ્યા હતા, જેણે દેશ અને દુનિયાના લોકોને તેની તરફ આકર્ષ્યા છે. યુવતીએ જે શૈલી અને ભાષામાં PM મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી તે બધાને ચોંકાવી દે તેવી છે. આ જ કારણ છે કે યુવતીનો અભિનંદન આપતો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
#WATCH via ANI Multimedia | Delhi Metro में हंसी-मजाक करते नजर आए PM Modi, महिला ने उन्हें यू किया Birthday Wish, देखिए Videohttps://t.co/cM4jgzEsmB
— ANI_HindiNews (@AHindinews) September 17, 2023
સંસ્કૃતમાં જન્મ દિવસના અભિનંદન સાંભળી PM મોદી થયા ખુશ
#WATCH via ANI Multimedia | Delhi Metro में हंसी-मजाक करते नजर आए PM Modi, महिला ने उन्हें यू किया Birthday Wish, देखिए Videohttps://t.co/cM4jgzEsmB
— ANI_HindiNews (@AHindinews) September 17, 2023મેટ્રોમાં મુસાફરી કરતી વખતે યુવતી જ્યારે પીએમ મોદીને મળી ત્યારે તેણે સંસ્કૃત ભાષામાં તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. હા, આ એ જ સાંસ્કૃતિક ભાષા જે ભારતીય પરંપરામાં દેવોની ભાષા તરીકે પ્રચલિત છે, હાલમાં વાયરલ થયેલા વીડિયોમાં તમે સ્પષ્ટ રીતે સાંભળી શકો છો કે યુવતી પીએમ મોદીને કહે છે કે આજે તમારો જન્મદિવસ છે. હું તમને સંસ્કૃતમાં અભિનંદન આપવા માંગુ છું. છોકરીની વાત સાંભળીને પીએમ મોદીના ચહેરાની ઝલક જોવો જેવી છે. પીએમ પાસેથી સંસ્કૃતમાં શુભેચ્છા પાઠવવાની પરવાનગી મળતાં જ યુવતીએ 'બર્થ ડે મિદાન...' શ્લોક ગાઈને તેમને શુભેચ્છા પાઠવી હતી. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર લોકો પૂછી રહ્યા છે કે, યુવતીએ ગાયેલા શ્લોકનો અર્થ શું છે?