PM મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતાઓની યાદીમાં ટોચ પર છે. મોર્નિંગ કન્સલ્ટ અનુસાર, PM મોદી 76%ના એપ્રુવલ રેટિંગ સાથે સૌથી લોકપ્રિય વૈશ્વિક નેતા છે. મેક્સિકોના રાષ્ટ્રપતિ ઓબ્રાડોર સર્વેમાં બીજા સ્થાને રહ્યા છે, જેમને 66% રેટિંગ મળ્યું છે. અમેરિકાના પ્રમુખ જો બિડેન 37% એપ્રુવલ રેટિંગ સાથે 8મા સ્થાન પર છે, જ્યારે આ જ સર્વેમાં ઈટાલીના PM જ્યોર્જિયા મેલોની 41% રેટિંગ સાથે છઠ્ઠા સ્થાને છે.
Hodnocení lídrů podle Morning Consult Political Intelligence.
Další z průzkumů, ve kterém jsme na chvostu...
Bravo, pane premiére!!!!
.
.
.
.
Zdroj: https://t.co/APGeUxUczb#morning#consult pic.twitter.com/G6dj0M6JZu
— Oldřich Černý (@oldcerny) October 8, 2023
PM મોદીને મળ્યું 76 ટકા એપ્રૂવલ રેટિંગ
Hodnocení lídrů podle Morning Consult Political Intelligence.
Další z průzkumů, ve kterém jsme na chvostu...
Bravo, pane premiére!!!!
.
.
.
.
Zdroj: https://t.co/APGeUxUczb#morning#consult pic.twitter.com/G6dj0M6JZu
ઉલ્લેખનિય છે કે આ વર્ષે સપ્ટેમ્બરમાં મોર્નિંગ કન્સલ્ટે પીએમ મોદીને વૈશ્વિક સ્તરે સૌથી ભરોસાપાત્ર નેતા ગણાવ્યા હતા. મોર્નિંગ કન્સલ્ટ દ્વારા કરવામાં આવેલા આ સર્વેમાં સામે આવ્યું છે કે 76 ટકા લોકોએ PM મોદીના નેતૃત્વને સમર્થન આપ્યું હતું. મોર્નિંગ કન્સલ્ટ દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં સામે આવ્યું છે કે લોકપ્રિયતાના મામલે PM મોદીને 76 ટકા લોકોએ મંજૂરી આપી હતી. આ સર્વેમાં PM મોદી સિવાય અન્ય દેશોના નેતાઓ પણ આ સર્વેમાં સામેલ છે, જેમને તેમના કરતા ઓછા રેટિંગ મળ્યા છે. આમાં ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોની પણ સમાવેશ થાય છે.
સર્વેમાં સતત ટોચ પર રહ્યા PM મોદી
ગત સપ્ટેમ્બરમાં કરવામાં આવેલા એક સર્વેમાં સામે આવ્યું હતું કે 76 ટકા લોકોએ PM મોદીના નેતૃત્વને મંજૂરી આપી હતી અને તેમને સૌથી વિશ્વાસપાત્ર નેતા પણ કહ્યા હતા, જ્યારે માત્ર 18 ટકા લોકોએ તેમની વિરુદ્ધ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. મોર્નિંગ કન્સલ્ટ ચૂંટાયેલા નેતાઓની સાપ્તાહિક મંજૂરી રેટિંગ બનાવે છે. PM મોદી સર્વેમાં સતત ટોચ પર રહ્યા છે, તેમની મંજૂરી રેટિંગ મોટે ભાગે 70 થી ઉપર છે. અમેરિકાના પ્રમુખ જો બિડેન 40% ની મંજૂરી રેટિંગ સાથે યાદીમાં સાતમા સ્થાને છે, જે માર્ચ પછી સપ્ટેમ્બરમાં તેમનો સૌથી વધુ હતો. આ સર્વે જી-20 સમિટના સમાપન બાદ કરવામાં આવ્યો હતો, જેમાં PM મોદીને સૌથી વધુ રેટિંગ મળ્યું હતું. યાદીમાં ટોચના 10 નેતાઓમાં, કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોને સૌથી વધુ 58% નાપસંદ રેટિંગ મળ્યું હતું અને ટોપ ટેનની યાદીમાં તેઓ 10માં નંબરે હતા.