22 જાન્યુઆરીનો દિવસ અનેક લોકો માટે ખાસ કરીને ભગવાન રામના ભક્તો માટે સામાન્ય દિવસ નહીં હોય. આ દિવસે ભગવાન રામની મૂર્તિ મંદિરમાં સ્થાપિત થવાની છે. અયોધ્યામાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા છે. આ દિવસને ધ્યાનમાં રાખી અયોધ્યાને દુલ્હનની જેમ શણગારવામાં આવી છે. પીએમ મોદી આજે અયોધ્યાના પ્રવાસે ગયા હતા ત્યારે તેમણે અનેક કરોડોની ભેટ આપી હતી. રેલવે સ્ટેશન, એરપોર્ટનું તેમણે ઉદ્ધાટન કર્યું છે.
22 જાન્યુઆરીએ થવાની છે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા
પીએમ મોદીએ અયોધ્યામાં મહર્ષિ વાલ્મિકી એરપોર્ટ, નવી ટ્રેનો તેમજ એરપોર્ટનું લોકાર્પણ કર્યું હતું. આ બધા વચ્ચે પીએમ મોદીએ કહ્યું કે , "દરેક વ્યક્તિ ઈચ્છે છે કે 22 જાન્યુઆરીએ યોજાનાર કાર્યક્રમમાં સામેલ થવા માટે પોતે અયોધ્યા આવે, પરંતુ દરેક વ્યક્તિ માટે આવવું શક્ય નથી. તેથી હું તમામ રામ ભક્તોને વિનંતી કરું છું કે એકવાર 22 જાન્યુઆરીના રોજ કાર્યક્રમનું આયોજન થાય તે પછી અયોધ્યા આવે." આ પછી, તેઓએ તેમની અનુકૂળતા મુજબ અયોધ્યા આવવું જોઈએ અને 22 જાન્યુઆરીએ અહીં આવવાનું મન બનાવવું જોઈએ નહીં."
#WATCH | PM Narendra Modi visited the house of a Ujjwala beneficiary Meera and had tea at her residence, during his Ayodhya visit, earlier today.
— ANI (@ANI) December 30, 2023
Meera is the 10 crore beneficiary of PM Ujjwala Yojana. pic.twitter.com/rJKiUFPGHF