PM મોદી સહિત અનેક હસ્તીઓએ અમિતાભ બચ્ચનનને 80માં જન્મદિનની શુભકામનાઓ પાઠવી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-11 14:00:58

સદીના મહાનાયક અમિતાભ બચ્ચન આજે પોતાનો 80મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ ખાસ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને ચાહકો અને સેલીબ્રેટી સુધી દરેકે સોશિયલ મીડિયા મારફતે અમિતાભ બચ્ચનને અભિનંદન આપી રહ્યા છે. હિન્દી સિનેમાના સૌથી મોટા સુપરસ્ટાર અમિતાભ બચ્ચને તેમના જન્મદિવસની રાત્રે તેમના ચાહકોને સરપ્રાઈઝ આપી હતી અને મુંબઈમાં તેમના નિવાસસ્થાન 'જલસા'ની બહાર તેમણે લોકોનો આભાર માન્યો હતો. આ દરમિયાન અમિતાભ બચ્ચન સાથે તેમની પુત્રી શ્વેતા બચ્ચન પણ હતી. બીજી તરફ શ્વેતા બચ્ચને તેના પિતા સાથેની તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે, જેની સાથે તેણે એક ખાસ પોસ્ટ પણ લખી છે.


શ્વેતા બચ્ચને જુની તસવીરો પોસ્ટ કરી


પોસ્ટમાં આબિદા પરવીન અને નસીબો લાલના ગીતના બોલ શ્વેતા બચ્ચને લખ્યા છે. આ પોસ્ટ સાથે શેર કરાયેલ પ્રથમ તસવીરમાં શ્વેતા બચ્ચન અને અમિતાભનું બોન્ડિંગ જોવા મળે છે. બીજી તસવીરમાં બિગ બી સાથે શ્વેતાની બાળપણની તસવીર છે જેમાં તે હાથ પકડેલી જોવા મળી રહી છે. ત્રીજી તસવીરમાં બિગ બી તેમના સ્વર્ગસ્થ માતા-પિતા હરિવંશ રાય બચ્ચન અને તેજી બચ્ચન સાથે જોવા મળે છે.


PM મોદીએ પણ અમિતાભ બચ્ચનને શુભેચ્છા પાઠવી


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અમિતાભ બચ્ચનના 80માં જન્મદિને તેમના દીર્ઘાયું અને તંદુરસ્ત જીવનની કામના કરતી પોસ્ટ કરી હતી. પીએમ મોદીએ ટ્વીટ કરી લખ્યું " અમિતાભ બચ્ચનજીને તેમના 80માં જન્મદિનનની ખુબ-ખુબ શુભકામનાઓ તે ભારતની સૌથી નોંધપાત્ર ફિલ્મ હસ્તીઓમાંની એક છે જેમણે પેઢી દર પેઢી પ્રેક્ષકોને મોહિત કર્યા છે અને તેમનું મનોરંજન કર્યું છે. તે લાંબુ અને સ્વસ્થ જીવન જીવે.' અત્રે ઉલ્લેખનિય છે કે માત્ર પીએમ મોદી જ નહીં પરંતુ મનોરંજન અને રાજનીતિ જગતના તમામ લોકો અમિતાભને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...