પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ માટે કેન્દ્ર સરકારે બજેટ 2023માં કુલ 60 હજાર કરોડની ફાળવણી કરી છે. હવે ખેડૂતો આ યોજનાના 13માં હપ્તાની રાહ જોઈ રહ્યા છે. બજેટમાં જાહેરાત કરવામાં આવી છે કે 2023-24માં 13માં હપ્તાની રકમ આગામી કેટલાક દિવસોમાં ખેડુતોના ખાતામાં જમા થઈ જશે.
PM કિસાન સન્માન નીધી યોજના શું છે?
દેશભરમાં ખેડૂતોને આર્થિક મદદ માટે આ PM કિસાન સન્માન નીધી યોજના શરૂ કરવામાં આવી હતી. યોજના હેઠળ દરેક ખેડૂતના ખાતામાં ત્રણ હપ્તામાં 6 હજારની રકમ ટ્રાન્સફર કરવામાં આવે છે. દર હપ્તે ખેડૂતોના ખાતામાં 2 હજારની રકમ જમા કરાવવામા આવે છે. આ પૂર્વે કેન્દ્ર સરકારે ઓગસ્ટ-નવેમ્બર 2022માં 10 લાખ ખેડૂતોને 12માં હપ્તા તરીકે 8 કરોડ રૂપિયા જાહેર કરાયા હતા.
આ મહિનામાં 13મો હપ્તો જમા થશે
હવે ખેડૂતો ડિસેમ્બર-માર્ચ ક્વાર્ટરમાં આવતા 13મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. બજેટ 2023-24માં પીએમ કિસાન યોજનાના ફંડની જાહેરાત સાથે, તે સંભાવના પ્રબળ બની છે કે ફેબ્રુઆરી 2023ના પહેલા પખવાડિયા સુધીમાં ખેડૂતોને હપ્તાના રૂપમાં રકમ જારી કરવામાં આવી શકે છે. આવું એટલા માટે પણ છે કારણ કે બિહાર સહિત ઘણા રાજ્યોએ લાભાર્થી ખેડૂતોને તેમના ખાતાના ઇ-કેવાયસી પૂર્ણ કરવા માટે 28 જાન્યુઆરી, 2023 ની છેલ્લી તારીખ આપી હતી, જે હવે સમાપ્ત થઈ ગઈ છે.