પ્રધાનમંત્રી મોદીની ગુજરાત મુલાકાત પહેલાથી જ નક્કી હતું કે સરકારી કાર્યક્રમની સાથે રાજકીય ચર્ચાઓ પણ મહત્વની રહેવાની છે, અમદાવાદ એરપોર્ટ પર ઉતરેલા પીએમ મોદીનું સ્વાગત કરવા માટે પ્રોટોકોલ પ્રમાણેના દરેક નેતાઓ પહોંચ્યા હતા
પીએમએ સીએમ સાથે જ કરી અંગત મીટીંગ, આપ ઈફેક્ટ?
અમદાવાદ એરપોર્ટના જ એક ફ્લોર પર કે.કૈલાસનાથન, પ્રધાનમંત્રી મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત કરી હતી, આ મીટીંગમાં સી.આર.પાટીલ કે રાજ્ય સરકારના બીજા કોઈ મંત્રી પણ હાજર નહોતા રહ્યા, આમ આદમી પાર્ટીનો ગુજરાતમાં વધતો પ્રભાવ અને ભાજપનું આંતરીક રાજકારણ આ બેઠકમાં ચર્ચાયું હોવાની વાતો બહાર થઈ રહી છે, જો કે અંદર એક્ઝેટલી શું ચર્ચાઓ થઈ એ તો એ ત્રણ સિવાય કોઈ જાણી શકવાનું નથી, પણ આવનાર દિવસોમાં લેવાતા પગલાના આધારે આ બેઠકોના પરિણામો દેખાશે
નવા ખાતા મળ્યા પછી જગદીશ પંચાલ, હર્ષ સંઘવી પહેલી વાર પીએમને મળ્યા
મંત્રીમંડળમાંથી બે મુખ્ય ખાતાનો હવાલો સંભાળતા બે સિનિયર મંત્રીઓની રીતસરથી એ ખાતામાંથી હકાલપટ્ટી, પછી રાજેન્દ્ર ત્રિવેદી અને પૂર્ણેશ મોદી ક્યાંય દેખાયા નથી, હવે જગદીશ પંચાલ માર્ગ મકાનનો અને હર્ષ સંઘવી મહેસુલનો આટલો મહત્વનો પદભાર સંભાળ્યા પછી પીએમને પહેલીવાર મળી રહ્યા હતા ત્યારે એમના ફોટા પર પણ અનેક ચર્ચાઓ થઈ
ઉપર દેખાય કે ના દેખાય, પણ ભાજપમાં આંતરીક ડખા ખુબ વધારે છે એ વાતને કોઈ નકારી શકે એમ નથી, ત્યારે પીએમ કેટલું ડેમેજ કંટ્રોલ કરી શકે છે એ થોડા જ દિવસોમાં લેવાનાર નિર્ણયોમાં ખબર પડી જશે.