મોદી સરકારની બીજી ટર્મનું છેલ્લું પૂર્ણ બજેટ નાણામંત્રી નિર્મલા સિતારમણે આજે રજુ કર્યું હતું. કેન્દ્રીય નાણામંત્રીએ તેમના બજેટમાં અનેક મહત્વની જાહેરાતો કરી હતી. જેમાં સૌથી મહત્વની જાહેરાત પીએમ આવાસ યોજના અંગે છે. પીએમ આવાસ યોજના માટે 79,000 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. આ રકમથી યોજના સાથે જોડાયેલા લોકોને પાકા મકાનો મળવાનો માર્ગ ખુલ્લો થઈ ગયો છે.
પીએમ આવાસ યોજનાથી કોને લાભ?
પીએમ આવાસ યોજના ગાંમડાં અને શહેરી ગરીબોને ઘરનું ઘર આપવાનો છે. 3 લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા ગરીબ પરિવારો અને 6થી 12 લાખની આવક ધરાવતા મધ્યમ વર્ગના લાભાર્થીઓ માટે આ યોજના પીએમ મોદી દ્વારા 25 જુન 2015ના દિવસે શરૂ કરવામાં આવી હતી. નાણામંત્રીએ આ યોજનામાં ફાળવણી 66 ટકા વધારીને 79,000 કરોડ રૂપિયાથી વધુ કરી દીધી છે.#WATCH Live via ANI Multimedia: Press briefing by Finance Minister Nirmala Sitharaman | Union Budget 2023https://t.co/1RfNf7UFeC
— ANI (@ANI) February 1, 2023