વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી ગુજરાતના પ્રવાસે આવ્યાં છે. વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ મોદીનો આ પ્રથમ પ્રવાસ છે. વડાપ્રધાન આજે પ્રથમ વલસાડના નાના પોંઢા ખાતે સભાને સંબોધી ચૂંટણી પ્રચાર માટે રણશિંગું ફૂંક્યું હતું. જે બાદ ભાવનગરમાં સમુહ લગ્નોત્સવમાં હાજરી આપવા પહોંચ્યા છે. અહીં વડાપ્રધાનનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદી 551 નવદંપતીઓને આશીર્વાદ આપવા પહોંચ્યા

પાપાની પરી કાર્યક્રમ !!
ભાવનગરના જવાહર મેદાનમાં 551 દીકરીઓના સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આ એવી દીકરીઓ છે જે માતા-પિતાની છત્રછાયા ગુમાવી ચૂકી છે. આ સમૂહ લગ્નનું નામ 'પાપાની પરી' આપવામાં આવ્યું છે.