Gujaratમાં નકલીની ભરમાર! Dessaમાંથી નકલી પોલીસ વાળો પકડાયો, ગુજરાતમાં નકલી ઘીની ત્રણ ફેકટરીઓનો પણ પર્દાફાશ!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-21 16:54:09

રાજ્યમાં નકલી ધારાસભ્ય, નકલી પી.એ. અને નકલી ઘી બાદ હવે નકલી પોલીસ અધિકારી ઝડપાયો છે. આ શખ્સ બનાસકાંઠામાં ડીસામાં પોલીસનું નકલી આઈ.કાર્ડ બતાવીને લૂંટતો હતો. દરમ્યાન ડીસા શહેર દક્ષિણ પોલીસને તેની હકીકત મળતા તેને દબોચી લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ નકલીએ તો હદ કરી છે હવે તો નકલીનું નામ સાંભળીયે તો ધોળા દાડેય બીક લાગે છે. હવે ગુજરાતના એક જિલ્લામાંથી નકલી પોલીસ વાળો પકડાયો છે. અને એક જગ્યાએથી નકલી ઘી ઝડપાયું છે ગુજરાતમાં હજી કેટલું નકલી છે તેનું લિસ્ટ બનાવવું પડશે એવું લાગે છે.

 

પોલીસ કર્મચારીની ઓળખ આપી લોકોને છેતરતા 

થોડા દિવસોથી નકલી શબ્દ સામાન્ય બની ગયો છે. નકલીની ભરમાર હોય તેવું લાગે છે. વિગતો મુજબ, ડીસામાં છેલ્લા કેટલાક સમયથી પોલીસના નામે એક યુવક લોકોને હેરાન કરીને પૈસા માગતો હતો. આ વાત પોલીસના ધ્યાને આવતા ડીસા શહેર દક્ષિણ પોલીસે આ દિશામાં તપાસ શરૂ કરી હતી. જેમાં બનાસકાંઠા જિલ્લાના જ વાવ તાલુકામાં આવેલા ટોભા ગામનો યુવક ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં અલગ અલગ જગ્યાઓ પર પોલીસ કર્મચારીની ઓળખ આપીને લોકો પાસે છેતરપિંડી કરતો હતો.


નકલી પોલીસને લઈ પોલીસે મેળવ્યા 3 દિવસના રિમાન્ડ   

માત્ર 20 વર્ષનો અશોક ચૌધરી નામનો આ યવક અત્યાર સુધી લોકોને પોલીસનું નકલી આઈકાર્ડ બતાવીને ઠગી ચુક્યો છે. આરોપી પોતાનું નકલી કાર્ડ લોકોને બતાવીને પોલીસની ઓળખ આપતો અને પૈસા અને સામાન લઈને જતો રહેતો હતો. હાલમાં આરોપીને કોર્ટમાં રજૂ કરીને 3 દિવસના રિમાન્ડ પોલીસે મેળવી લીધા છે. ત્યારે આગામી દિવસોમાં તેની ઠગાઈના અનેક મામલાઓ પણ સામે આવી શકે છે.



અશોક વિરૂદ્ધ પહેલા પણ નોંધાઈ છે ફરિયાદ  

લોકોને લૂંટતો અશોક ચૌધરી સામે અગાઉ પણ ચોરી અને નકલી પીએસઆઇ બની લોકો સાથે છેતરપિંડી હોવાની ફરિયાદ નોંધાયેલી છે અને તે જેલની હવા પણ ખાઈ ચૂક્યો છે. તેમ છતાં પણ જેલમાંથી બહાર નીકળ્યા બાદ આ જ પ્રવૃતિ ચાલુ રાખતા ડીસા શહેર દક્ષિણ પોલીસે તેને ફરીથી પકડી લઈ વધુ તપાસ હાથ ધરી છે. 

નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ 

હવે વાત અમરેલીની કરીયે તો અમરેલી જિલ્લામાંથી નકલી ઘી બનાવતી એક ફેક્ટરી ઝડપાઈ છે. ગત મોડીરાતે લિલિયાના પીપળવા ગામ નજીક ધમધમતી ફેક્ટરીમાં પોલીસે દરોડા પાડ્યા હતા, જ્યાં પાણીના પ્લાન્ટની આડમાં મોટી માત્રામાં નકલી ઘીનો જથ્થો મળી આવતાં પોલીસ પણ ચોંકી ઊઠી હતી. પોલીસે સ્થળ પરથી 2100 કિલો નકલી ઘીનો જથ્થો જપ્ત કર્યો હતો તેમજ આ મામલે 5 સામે ફરિયાદ નોંધાવી હતી. એમાંથી 4 આરોપીને ઝડપી લીધા છે, જ્યારે મુખ્ય આરોપી હજુ ફરાર છે. મહત્વનું છે કે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા લોકો બીજા લોકોના સ્વાસ્થય અંગેનો વિચાર નથી કરતા. પૈસા કમાવવાની થોડી લાલચ અનેક લોકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે.   




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?