આગ સાથે રમત કરવી યુવકને પડી ભારે!!! ફાયર હેરકટિંગ કરાવતી વખતે સર્જાઈ દુર્ઘટના


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-10-27 13:00:08

આજકાલ લોકો સોશિયલ મીડિયામાં ખૂબ રચ્યાપચ્યા જોવા મળે છે. રીલ્સ તેમજ વીડિયો પોસ્ટ કરી લાઈક્સ માટે તેઓ અલગ અલગ સ્ટંટ કરતા હોય છે. ત્યારે એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક યુવક વાળ કપાવવા જાય છે. પરંતુ કાતરની જગ્યાએ તે જ્વલનશીલ કેમિકલનો ઉપયોગ કરે છે પરંતુ યુવક આગમાં લપેટાઈ જાય છે. વલસાડના વાપીના યુવકનો આ વીડિયો છે. યુવકના માથાના ભાગમાં આગ લાગી હતી. જેને કારણે તે દાઝી ગયો. સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

 

વાળ કપાવતી વખતે માથું ભડભડ બળવા લાગ્યું

બદલાતા સમય સાથે પદ્ધતિમાં અનેક ફેરફાર આવ્યો છે. વાળ કપાવતી સમયે એક યુવકે કાતરની બદલીમાં ફાયરની મદદથી વાળ કપાવાનું નક્કી કર્યું હતું. જેને કારણે તેની સાથે દુર્ઘટના સર્જાઈ હતી. નવી સ્ટાઈલથી વાળ કપાવવાની હોશિયારી યુવકને ભારે પડી છે. જ્યારે તે આગની મદદથી વાળ કપાવતો હતો તે સમયે અચાનક યુવકના માથાના ભાગમાં આગ લાગી. જેથી યુવક દાઝી ગયો હતો. જેને કારણે યુવકના વાળ બળવા લાગ્યા હતા. યુવક ચીસો પાડીને દુકાનની બહાર ભાગી ગયો. યુવકને પ્રાથમિક સારવાર મળી રહે તે માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.   



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?