દિવાળી પહેલા જનતાને વધુ એક ઝટકો: પ્લેટફોર્મ ટિકિટના ભાવ થયા બમણા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-30 15:25:38

મોંઘવારીનો માર સહન કરી રહેલી દેશની જનતા માટે કેન્દ્ર સરકારે મોટો ઝટકો આપ્યો છે. સરકારે ફરી એકવાર તમારે પ્લેટફોર્મ ટિકિટમાં વધારો કર્યો છે. દક્ષિણ રેલવેએ જાહેરાત કરી છે કે પ્લેટફોર્મ ટિકિટના ભાવ બમણા કરવામાં આવી રહ્યા છે. પહેલા જ્યાં તમારે પ્લેટફોર્મ ટિકિટ પેટે 10 રૂપિયા ચૂકવવા પડતા હતા તેના બદલે હવે તમારે તેના માટે 20 રૂપિયા ખર્ચવા પડશે. રેલવે દ્વારા કહેવામાં આવ્યું છે કે તહેવારો દરમિયાન ભીડને ઓછી કરવા માટે આવું કરવામાં આવ્યું છે.

1 ઓક્ટોબરથી પ્લેટફોર્મ ટિકિટમાં વધારો અમલી બનશે

દક્ષિણ રેલવેએ જણાવ્યું છે કે આ નવી કિંમતો 1 ઓક્ટોબરથી 31 જાન્યુઆરી, 2023 સુધી લાગુ રહેશે. ચેન્નાઈ ડિવિઝનમાં આ કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે. જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ કુલ 8 રેલવે સ્ટેશન આ હેઠળ આવશે. રેલવેએ કહ્યું છે કે આનાથી મુસાફરોને સુવિધા મળશે અને પ્લેટફોર્મ પર વધારાની ભીડને ટાળી શકાશે.

પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં થયો અનેક વખત થયો વધારો

અત્રે ઉલ્લેખનિય છે કે રેલવે દ્વારા ઘણી વખત પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં વધારો કરવામાં આવે છે. કોરોના કાળ દરમિયાન પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં સૌથી વધુ વધારો થયો હતો. આ ઉપરાંત દર વખતે તહેવારો નિમિત્તે જુદા જુદા ઝોનમાં ભાવમાં વધારો કરવામાં આવે છે. ભલે તે ભીડ ઘટાડવા માટે કરવામાં આવે છે, પરંતુ તેની અસર ગરીબોના ખિસ્સા પર પણ પડે છે.થોડા દિવસો પહેલા હૈદરાબાદમાં કાચેગુડા પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં પણ દશેરાના તહેવારને કારણે વધારો કરવામાં આવ્યો હતો. રેલવેએ જણાવ્યું હતું કે પ્લેટફોર્મ ટિકિટની કિંમત 10 રૂપિયાથી વધારીને 20 રૂપિયા કરવામાં આવી છે. દક્ષિણ મધ્ય રેલવે વતી ટ્વીટ કરીને આ જાણકારી આપવામાં આવી છે. તહેવારોને કારણે દેશના અન્ય કેટલાક સ્ટેશનો પર પણ પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં વધારો કરવામાં આવી શકે છે.


ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?