જ્યારે જ્યારે કુદરતી આફત આવે છે ત્યારે ત્યારે ખેડૂતોને સૌથી વધારે નુકસાન થાય છે. જ્યારે ખેડૂતોને નુકસાન થાય છે ત્યારે સરકાર સર્વે કરાવે છે. સહાય આપવાની પણ જાહેરાત કરે છે. ત્યારે જમાવટમાં એક દર્શકે પોતાની વેદના રજૂ કરી હતી. એક વીડિયો શેર કર્યો હતો જેમાં વેપારી કહી રહ્યા છે, "નમસ્કાર જ્યારે કંઈ પણ આપત્તિ આવે ત્યારે લોકોના ઘર, રોજી રોટી બધુ છીનવાઇ જતું હોય છે. જો કોઈનું ઘર તૂટે ઘરવખરીને નુકશાન થાય કે પછી જો કોઈ ખેડૂતોને નુકશાન થાય તો સરકાર તે લોકોને સહાય કરે છે પણ જ્યારે કોઈ સામાન્ય વેપારીને નુકશાન થાય જે 2 કે 3 લાખનો સમાન લઈને વેપાર કરતો હોય તો એનું શું?
જડિયામાં દુકાનદાર ચલાવે છે દુકાન
ખેડૂતોને જ્યારે જ્યારે કુદરતી આફતનો સામનો કરવો પડે છે ત્યારે સરકાર તેમને સહાય આપે છે. પરંતુ જ્યારે કોઈ વેપારીને કુદરતી આફતને કારણે નુકસાન થાય છે ત્યારે તેને કોઈ સહાય આપવામાં આવતી નથી. આ વાતની રજૂઆત કરવા માટે અમારે ત્યાં એક ભાઈનો ફોન આવ્યો. તેમનું નામ છે ગોકુલ પુરોહિત. એ જડિયામાં રહે છે, ત્યાં આશાપુરા ફેશન, ફુટવેર, કટલરી તેમજ સ્ટેશનરી સ્ટોસૅ શોપિંગ સેન્ટર નામની તેમની દુકાન છે જે એ ભાડે રાખીને ચલાવે છે.
દુકાનદારને થયેલા નુકસાન અંગે નથી કરાયો સર્વે
જ્યારે જૂનમાં બનાસકાંઠા અને ઉપરવાસમાં અતિ ભારે વરસાદ પડ્યો ત્યારે તેમની દુકાનમાં રહેલો માલ જેની કિંમત ૩થી૪ લાખ સુધીનો હતો, જેને નુકશાન થયું છે. તેમની પાસે મોટા ભાગે પુસ્તકો, સ્ટેશનરી આઈટમો હતી જે તહેશ નહેશ થઈ ગઈ છે. તેમણે અમને એક પ્રશ્ન કર્યો કે આ પુરમાં જેમની ઘરવખરી નાશ પામી છે તેનુ, જેમની જમીન ધોવાણ થયું છે, જેમના પશુ મૃત પામ્યા છે, જેમનો પાક નાશ પામ્યો છે તે અંગેનો સર્વે કરવામાં આવ્યો છે. જયારે દુકાનદારોના નુકશાન માટે સર્વે થયો નથી તો અમારું શું?
વેપારીઓને પણ સહાય ચૂકવાય તે માટે વેપારીઓએ કરી અનેક રજૂઆત
હવે આ પ્રશ્ન અમે પણ પૂછી રહ્યા છીએ કે જે નાના નાના વેપારીઓ આપણાં અર્થતંત્રને મજબૂત કરે છે જ્યારે કોઈ આપતી આવે ત્યારે તે લોકોના નુકશાનનું શું જો એ લોકોનો સર્વે થાય કે પછી ગણતરી કરવામાં આવે તો ખ્યાલ આવે કે કેટલું નુકશાન થયું છે? એ ભાઈ એમ કહે છે કે અમને લાગતું નથી કે સર્વે થશે, તો વેપારીઓ સાથે આવો અન્યાય કેમ? ત્યાં આવી 20 થી 25 એવી દુકાન છે જેને આટલું નુકશાન થયું છે. મહત્વનું છે સર્વે અંગે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. પરંતુ હજી સુધી તેમની રજૂઆતનો ઉકેલ આવ્યો નથી.