Rajkotમાં પૂલ પહોળો કરવા પીલર નખાયા,મનપાએ ચેકિંગ કર્યું તો ભ્રષ્ટાચારની ખુલી પોલ, ભ્રષ્ટાચારીઓની વધતી હિંમત પાછળ નાગરિકોનું મૌન પણ જવાબદાર!


  • Published By :
  • Published Date : 2023-08-10 10:23:04

પુલ ધરાશાયી થવા, રસ્તા પર ખાડા પડવા, નિર્માણાધીન બ્રિજ, પુલ તૂટી જવો જેવી ઘટના તો આજકાલ બનવી જાણે સામાન્ય થઈ ગઈ હોય તેવું લાગે છે. આવા સમાચારો અવાર-નવાર સામે આવી રહ્યા છે. ત્યારે એક કિસ્સો રાજકોટથી સામે આવ્યો છે. રાજકોટના મોટામૌવા પાસે પુલની બંને બાજુને પહોળી કરવાની છે જેના માટે ત્યાં કામગીરી કરવામાં આવી રહી છે. 13 કરોડના ખર્ચે પુલ પહોળો બનાવવાની કામગીરી થઈ રહી છે. આ કામગીરીમાં ફરિયાદ મળી કે હજુ તો પિલર જ બનાવવામાં આવ્યા છે અને એમાં પણ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. તો બ્રિજ બનીને તૈયાર થાય તો કેટલો ભ્રષ્ટાચાર થશે? 

પિલરના નિર્માણમાં સામે આવ્યું ભ્રષ્ટાચારનું કૌભાંડ! 

આ ફરિયાદ મળતા જ રાજકોટ મહાનગરપાલિકાની ટુકડી પહોંચી ગઈ હતી તપાસ કરવા કે ભ્રષ્ટાચારની ફરિયાદ મળી છે તે સાચી છે કે નહીં. ત્યાં જઈને તપાસ કરવામાં આવી તો ખબર પડી કે પુલ બનાવવા માટે હજુ પિલર નખાયા છે તેમાં બેકબેન કન્સ્ટ્રક્શન કંપની દ્વારા ભયાનક ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાએ મામલો દબાવીને રફેદફે કરવાની જગ્યાએ બેકબેન કન્સ્ટ્રક્શન કંપનીના 3 પિલર તોડી પાડવાના આદેશ આપી દીધા. ભ્રષ્ટાચારી પુલ બનાવાયા હવે તેને તંત્રની બાજ નજરના કારણે ખબર પડી અને હવે તેને તોડવામાં આવે, ચારેય પિલર ફરીથી બનાવામાં આવશે. 


કોના બાપની દિવાળી?    

હવે વિચાર કરો કે જે રૂપિયાથી પુલના પિલર બન્યા એ કોના રૂપિયાથી બન્યા હતા? તૂટવાના છે એ કોના રૂપિયાની સહાયથી તૂટવાના છે? ફરી પાછા નવા બનશે એ કોના રૂપિયાથી બનશે? અમે મનપાની કામગીરી પર પણ કોઈ પ્રશ્નો નથી કરતા કારણ કે તે ઈચ્છતી તો મામલો દબાવતી હતી અને રફેદફે કરી શકતી હતા પણ તેણે સ્વીકાર્યું કે ભ્રષ્ટાચાર થયો છે અને કોંક્રિટના નમૂના લેબોરેટરીમાં મોકલાવાયા. જેમાં ખબર પડી કે પીલારનું ગ્રેડિંગ 35 હોવું જોઈએ જે લેબોરેટરીમાં 30 જ મળ્યું હતું. આ ઘટનાના કારણે હવે સાંકડો પૂલ પહોળો કરવા માટે ફરી પિલાર નખાશે અને પછી તેના પર પુલ લંબાવાશે. 


ખરાબ રસ્તા પરથી પ્રશ્ન પૂછ્યા વગર પસાર થઈ જાય છે નાગરિક  

તમે માનો કે ન માનો પણ રસ્તામાં પડતા ખાડા, બિસ્કિટની જેમ તૂટી જતાં બ્રિજ, ટ્રાફિક ઓછો કરવા માટે બનાવવામાં આવતા ઓવરબ્રિજમાં પડતી તિરાડો, સહિતની વસ્તુઓ બનાવવામાં ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટર જેટલા જવાબદાર છે તેટલા જ જવાબદાર રસ્તા પરથી પસાર થતો સામાન્ય નાગરિક પણ છે. તમને સવાલ થતો હશે કે અમારા ટેક્સ રૂપિયાની આ બધી વસ્તુ બને છે એમાં અમે કેવી રીતે ભ્રષ્ટાચાર કરી શકાત હોઈએ છીએ. 

નાગરિકોનું મૌન ભ્રષ્ટારીઓને આપે છે બળ!

બરોબર સવાલ હોઈ શકે તમારો પણ જેમ અત્યારે મનમાં સવાલ ઉભો થયો એમ જ્યારે ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય ત્યારે એ સવાલ ઉભો કેમ નથી થતો? એ સવાલ ઉભો નથી થતો અને તમે ગાડી લઈને ઉબડ ખાબડ રસ્તા પર કે તીરાડ પડતા ઓવરબ્રિજ કે તૂટી જતા બ્રિજ પાસેથી પસાર થઈ જાવ છો. એટલા માટે ભ્રષ્ટાચાર થાય છે કારણ કે તમારી સવાલ પૂછવાની હિંમત કોઈ નથી કરતું. મારૂ શું, મારે કેટલા ટકા એમ વિચારી આપણે આગળ વધી જતા હોઈએ છીએ. આપણા દ્વારા રાખવામાં આવતા મૌનને કારણે સામે વાળા વ્યક્તિને ભ્રષ્ટાચાર કરતા પ્રેરે છે કારણ કે એને ખબર છે કે હું ગમે તે કરું લોકો તો કંઈ પૂછવાના છે જ નથી તો પછી ડર શેનો....માનનીય પ્રજા જે એ પુલની નજીકથી સડસડાટ પસાર થઈ જાય છે. ખાડાખાબોચિયા વાળા રસ્તા પરથી વાહન તારવીને નીકળી જાય છે પણ કોઈ પ્રશ્નો નથી પૂછતો. જો આપણે હમણા પ્રશ્ન નહીં પૂછીએ તો આવનારી પેઢી તો બિલકુલ આ અંગે વિચારવાનું બંધ કરી દેશે.. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.