મીડિયાને લોકતંત્રનો ચોથો પાયો માનવામાં આવે છે. સમાજમાં મીડિયાનો એક મહત્વપૂર્ણ ફાળો છે, સમાજમાં, દેશમા બનતા કિસ્સાઓ લોકો સુધી સમાચાર પહોચાડવા. ત્યારે સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરવામાં આવી હતી જેમાં ટેલિવિઝન ન્યુઝ ચેનલોને રેગ્યુલેટ કરવામાં આવે તેવી અરજકર્તાની માગ હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે આ ચેનોલો પર બતવાતા કન્ટેન્ટ ખૂબ ઘાતક છે, તેથી તેના માટે કડક નિયમો બનાવવામાં આવે. આ અરજી સુપ્રીમ કોર્ટ પહોંચી અને આ અરજી પર સુનાવણી કરવાનો ઈન્કાર કર્યો. ન્યુઝ ચેનલોને લઈ એક નહીં પરંતુ બે અરજી કરવામાં આવી પરંતુ બંને અરજી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઈન્કાર કરી દીધો.
અરજકર્તાઓની અરજી પર વિચારણા કરવાનો સુપ્રીમ કોર્ટે કર્યો ઈન્કાર
આ અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી ઉપરાંત સુપ્રીમ કોર્ટે કડક શબ્દોમાં ટિપ્પણી કરી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે દર્શકોને આ ચેનલો જોવી કે ન જોવી તે પસંદ કરવાની સ્વતંત્રતા છે. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે નારાજગી પણ વ્યક્ત કરી હતી. જસ્ટિસ અભય ઓકાના નેતૃત્વ હેઠળની બેન્ચે ટિપ્પણી કરતા કહ્યું હતું કે મીડિયા ચેનલોની વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા મહત્વપૂર્ણ છે અને ઉમેર્યું હતું કે દર્શકો આવી ચેનલો જોવાનું છોડી દે. અરજીઓમાં ચેનલો પર પ્રસારિત થતી સામગ્રી સંબંધિત ફરિયાદ નિવારણ માટે સ્વતંત્ર બોર્ડની પણ માંગ કરવામાં આવી હતી.
'તમે સ્વતંત્ર, ન પસંદ હોય તો રિમોટ તમારા હાથમાં છે...'
વધુમાં ઉમેર્યું કે "તમને આ બધી ચેનલો જોવા માટે કોણ મજબૂર કરે છે? જો તમને તે ગમતી નથી, તો પછી તેને જોશો નહીં. જ્યારે કોઈ ખોટી વસ્તુ બતાવવામાં આવે છે, તે દ્રષ્ટિ વિશે પણ છે. શું અભિવ્યક્તિની સ્વતંત્રતા નથી? ભલે આપણે કહીએ કે મીડિયા ટ્રાયલ નથી. , અમે ઇન્ટરનેટ અને બધી બાબતોને કેવી રીતે રોકી શકીએ? અમે આવી પ્રાર્થના કેવી રીતે મંજૂર કરી શકીએ? કોણ તેને ગંભીરતાથી લે છે, અમને કહો? ટીવીનું બટન દબાવવાની પૂર્ણ સ્વતંત્રતા છે" જસ્ટિસ ઓકાએ કહ્યું, જેમ બાર અને બેંચ દ્વારા અહેવાલ આપવામાં આવ્યો છે.
સુપ્રીમ કોર્ટમાં આ લોકોએ કરી હતી પીઆઈએલ
સુપ્રીમ કોર્ટમાં જે અરજી ફગાવવામાં આવી તેની પીઆઈએલ દિલ્હી સ્થિત વકીલ રીપક કંસલ દ્વારા દાખલ કરવામાં આવી હતી. આ પીઆઈએલમાં તેમણે સ્વતંત્ર નિયમનકારી સત્તાની રચનાની માંગ કરી હતી અને જે બીજી પીઆઈએલ હતી તે ફિલ્મ નિર્માતા નિલેશ નવલખા અને કાર્યકર્તા નીતિન મેમાણે દ્વારા કરવામાં આવી હતી જેમણે મીડિયા ટ્રિબ્યુનલની સ્થાપનાની માંગ કરી હતી.