હાલ ઓનલાઇન ફૂડ ડિલિવરીનો ખૂબ ઉપયોગ થાય છે ત્યારે સૌથી વધુ પીઝાનો ઓડર થાય છે ત્યારે એક કિસ્સો મુંબઈથી સામે આવ્યો છે જેમ એક વ્યક્તિએ પિઝા મંગાવ્યા અને તે ચોંકી ગયો કેમકે તેમથી કાચના ટુકડા મડ્યા.
ઓર્ડર માંથી નિકડ્યાં કાચના ટુકડા !!!!
સોશિયલ મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ઘટના મુંબઈની છે. ટ્વિટર પર અરુણ કોલ્લુરી નામના વ્યક્તિએ પિઝા આઉટલેટ દ્વારા વેચાતા પિઝાની તસવીર પોસ્ટ કરી હતી અને કહ્યું હતું કે તેના ઓનલાઈન ઓર્ડર કરાયેલ પિઝામાં કાચના ટુકડા મળ્યા છે. જો કે તેમના ટ્વિટમાં આઉટલેટ અથવા ડિલિવરીની તારીખનો ઉલ્લેખ નથી. આ ટ્વીટ સાથે તેણે મુંબઈ પોલીસને ટેગ કર્યું.
2 to 3 pieces of glass found in @dominos_india This speaks volume about global brand food that we are getting @dominos @jagograhakjago @fssaiindia Not sure of ordering ever from Domino's @MumbaiPolice @timesofindia pic.twitter.com/Ir1r05pDQk
— AK (@kolluri_arun) October 8, 2022
પોલીસએ આપ્યો ટ્વીટનો જવાબ !!!
જ્યારે યુવાને મુંબઈ પોલીસ તેમજ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયાને ટેગ કરીને લખ્યું કે ડોમિનોઝમાં કાચના 2 થી 3 ટુકડા મળ્યા છે. આ પછી મુંબઈ પોલીસે ટ્વીટ પર પ્રતિક્રિયા આપી કે તે કોઈપણ કાયદાકીય ઉપાયની માંગ કરતા પહેલા ડોમિનોના કસ્ટમર કેરને લખવાની સલાહ આપે છે.