રાજકોટની નદીમાંથી મહિલાની લાશના ટુકડા મળી આવ્યા! તાંત્રિક વિધિના નામે મહિલાની હત્યા થઈ હોવાનું અનુમાન! પોલીસ કરી રહી છે આ અંગે તપાસ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-04-14 12:11:21

રાજ્યમાં ઘણા સમયથી હત્યાની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. નાની-નાની વાતને દિલ પર લઈ હુમલો કરવાની ઘટનાઓ જાણે સામાન્ય હોય તેવી લાગી રહી છે. ત્યારે રાજકોટથી જે સમાચાર આવ્યા છે તે રૂંવાડા ઉભા કરી દે તેવા છે. રાજકોટ મોરબી રોડ પર આવેલી લાલપરી નદીમાંથી અજાણી મહિલાની લાશ મળી આવી છે. નદીમાં લાશને ફેંકવામાં આવી હતી પરંતુ ટુકડા-ટુકડા કરીને. લાશના ટુકડા કરી બે થેલામાં લાશને ભરીને નદીમાં ફેકી દેવામાં આવી હતી. આ ઘટના સામે આવ્યા બાદ પોલીસ ત્યાં આવી પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.    


નદીમાંથી મળ્યા મહિલાની લાશના ટુકડા!

મહિલા પર થતાં હુમલામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. હત્યાની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજકોટની લાલપરી નદીમાંથી એક અજાણી મહિલાની લાશ મળી આવી હતી. પરંતુ લાશ બે અલગ અલગ થેલામાં ભરીને નદીમાં ફેકવામાં આવી હતી. મહિલાની લાશના ટુકડા કર્યા જે બાદ થેલામાં ભરીને લાશને નદીમાં ફેકવામાં આવી છે. 


એક કોથળામાં માથું હતું અને બીજા થેલામાં હતું ધડ!

આ લાશ ત્યારે મળી આવી જ્યારે લાલપરી નજીક ઝુંપડાઓમાં રહેતા શ્રમિકોના બાળકો નદીમાં ન્હાવા ગયા હતા. પાણીની એક ખાણ પાસે જુદા જુદા કોથળામાં ટુકડા કરેલા માનવ અંગો જોવા મળતા આ અંગે બાળકોએ તેમના માતા પિતાને વાત કરી.એક થેલામાં કપાયેલુ માથું અને હાથ પગ હતા અને બીજા થેલામાં મહિલાનું ઘડ હતું.જે બાદ પોલીસને આ ઘટના અંગે જાણ કરાઈ અને માહિતી મળતા પોલીસ પણ ત્યાં આવી પહોંચી હતી. મહિલાની લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દેવાઈ છે અને આ અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. 


તાંત્રિક વિધિના કારણે હત્યા થઈ હોવાની આશંકા 

આ મામલે પોલીસ દ્વારા આપેલું નિવેદન પણ ચોંકાવનારૂં છે. રાજકોટ એસપીએ જણાવ્યું કે લાલપરી નદીમાંથી એક મહિલાની હત્યા કરાયેલી હાલતમાં કટકા થેલામાં ભરી લાશ ફેંકી દેવામાં આવી હતી. પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન થેલામાંથી મહિલાની લાશના ટુકડા મળી આવ્યા હતા. લાશની આજુ બાજુમાં તેમજ થેલામાંથી તાવીજ મળી આવ્યા હતા. જેના કારણે એવી શંકા થઈ રહી છે કે તાંત્રિક વિધિના કારણે હત્યા થઈ હોઈ શકે.      


લાશ કોની છે તે અંગે પોલીસ કરી રહી છે તપાસ 

આ લાશ કોની છે, કેવી રીતે અને કોણે હત્યા કરી તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. શા માટે મહિલાની હત્યા કરાઈ તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે. આ મામલે પોલીસ પ્રથમ આ લાશ કોની છે તે અંગે તપાસ કરશે. આસપાસના લોકો સાથે આ અંગે પૂછપરછ કરવામાં આવશે.


ક્યાં સુધી તાંત્રિક વિધિના નામે લેવાશે લોકોનો ભોગ

ત્યારે જો તાંત્રિક વિધીને લઈ મહિલાની હત્યા કરવામાં આવી છે તો તે ખુબ જ ચોંકાવનારી છે. આપણે એકવીસમી સદીની વાતો કરીએ છીએ. વિકસીત રાજ્ય અને વિકસીત દેશ હોવાની વાત કરીએ પરંતુ આવી માનસિક્તાને કારણે આપણે સાચે પ્રગતિના પંથે છીએ તે એક પ્રશ્ન છે. ક્યાં સુધી તાંત્રિક વિધીના નામે લોકોના ભોગ લેવાતા રહેશે. ક્યાં સુધી નિર્દોષ લોકોએ પોતાનું જીવન ટૂંકાવવું પડશે. આ વિષય વિચારવાનો છે.      




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?