PI Taral Bhattની ચર્ચા છેક ગાંધીનગર સુધી, સાઇબર ક્રાઇમના એક્ષ્પર્ટ PI તોડ કરવામાં પણ એક્ષ્પર્ટ!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-30 15:17:58

ગુજરાતમાં નકલી અધિકારીઓએ તોડકાંડ કર્યા હોવાના તો ઘણા કિસ્સા છેલ્લા એકાદ વર્ષમાં સામે આવી ચૂક્યા છે, પરંતુ આજકાલ એક અસલી પોલીસ-ઇન્સ્પેક્ટરનું નામ તોડકાંડમાં એ હદે ઊછળ્યું, જેની નોંધ છેક ગાંધીનગર સુધી લેવાઈ છે. અને એવું પણ કહેવાય રહ્યું છે કે આ પીઆઇ પોલીસને જ ધંધે લગાડી વિદેશ ભાગી ગયા છે..



તરલ ભટ્ટ પર લાગ્યા છે અનેક આક્ષેપો! 

અહીંયા વિવાદિત પીઆઇ તરલ ભટ્ટની વાત કરવામાં આવી રહી છે. જે પીઆઇ પર અત્યાર સુધી તોડ કરવાના કેટલાય આક્ષેપો લાગી ચુક્યા છે. અને તાજેતરમાં જ લાખો-કરોડોના વ્યવહાર થયા હોય તેવા બેંક અકાઉન્ટ્સ ફ્રીઝ કરાવીને મોટી રકમનો તોડ કરવાના કથિત કાંડમાં તેમનું નામ આવ્યું છે. 



એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે લીધા લાખો રૂપિયા! 

આજકાલ ગુજરાતના પોલીસબેડાથી લઈને રાજકારણીઓમાં તરલ ભટ્ટ ખૂબ ચર્ચાસ્પદ બન્યા છે. કહેવાય છે કે આ અધિકારી લાખો રૂપિયા વગર તો વાત પણ નથી કરતા! છેલ્લે માણાવદરમાં સર્કલ પીઆઈ હતા. કેરળના કાર્તિક ભંડારી નામની એક વ્યક્તિનું જાણી જોઈને બેંક એકાઉન્ટ ફ્રીઝ કર્યા પછી આ એકાઉન્ટ અનફ્રીઝ કરવાના નામે લાખો રૂપિયાના તોડકાંડનો આરોપ લાગ્યો છે. જેને લઈને બે પીઆઇ અને એક ASI પર ફરિયાદ નોંધાઈ છે. હાલ તો તરલ ભટ્ટ સહિત ત્રણ પોલીસકર્મી ભૂગર્ભમાં ઊતરી ગયા છે.


સાયબર ક્રાઈમને લગતા કેસને ઉકેલવામાં બન્યા હતા એક્ષ્પર્ટ   

તરલ ભટ્ટ સાયબર ક્રાઇમમાં હોશિયાર ગણાય છે. PI તરલ ભટ્ટએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી BAનો અભ્યાસ કર્યો છે. ફેબ્રુઆરી, 2008માં તરલ ભટ્ટ ગુજરાત પોલીસમાં PSI તરીકે જોડાયા. નોંધવા જેવી વાત એ છે કે તરલ ભટ્ટે ભલે આર્ટ્સમાં ગ્રેજ્યુએશન કર્યુ હતું, પરંતુ આગળ જતાં સાયબર ક્રાઇમને લગતા ગુના ઉકેલવામાં તે એક્ષ્પર્ટ બની ગયા. અમદાવાદના પોલીસબેડામાં આજે પણ વાતો થાય છે કે સાયબર ફ્રોડના ગુના બને કે પછી ટેક્નિકલ રીતે કોઈને ગુનો ઉકેલવો હોય તો તરલ ભટ્ટનું નામ પણ મોઢે આવે.



જૂનાગઢમાં રાતોરાત કરવામાં આવી બદલી

તરલ ભટ્ટ અમદાવાદમાં ક્રાઈમ બ્રાંચમાં તૈનાત હતા ત્યારે તેમના પર 1800 કરોડ રૂપિયાના એક સટ્ટા કૌભાંડમાં મોટો તોડ કરવાનો આક્ષેપ થયો હતો, અને આ મામલે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા તેમની વિરૂદ્ધ તપાસ પણ શરૂ કરાઈ હતી અને આ સિવાય બીજા પણ કથિત આક્ષેપો લાગેલા છે. ત્યારબાદ તેમની રાતોરાત જુનાગઢ બદલી કરી દેવાઈ હતી. જોકે, જુનાગઢ પહોંચીને પણ તરલ ભટ્ટે પોતાના જૂના સંપર્કો દ્વારા જેમાં સટ્ટાની રકમની લેવડ-દેવડ થતી હોય તેવા બેંક અકાઉન્ટ્સની માહિતી મેળવીને તોડપાણીનું એક નવું જ પ્રકરણ શરૂ કર્યું હતું તેવો સૂત્રોનો દાવો છે. પોલીસે વગર કોઈ ફરિયાદે 335 અકાઉન્ટ્સ બ્લોક કરાવી દીધા અને કથિત રીતે તોડ કરવાનું શરૂ કર્યું હતું. 


આવી રીતે બહાર આવ્યો હતો સમગ્ર મામલો

કાયદા અનુસાર, પોલીસ જે કેસમાં FIR દાખલ થઈ હોય તેમાં જ બેંક અકાઉન્ટને ફ્રીઝ કરાવવાની સત્તા ધરાવે છે, પરંતુ જુનાગઢ પોલીસના આ કાંડમાં કોઈ ફરિયાદ નોંધાઈ જ નહોતી અને તેના વગર જ 335 બેંક અકાઉન્ટ્સને ફ્રીઝ કરાવી દેવાયા હતા. જેમાં કેરળના એક વ્યક્તિનું એકાઉન્ટ પણ સીઝ કરવામાં આવ્યું હતું. જુનાગઢ સાયબર ક્રાઈમના ASI જાનીએ કેરળથી આવેલા યુવકને એવું કહ્યું હતું કે અમદાવાદ- ગાંધીનગરની પોલીસ દ્વારા જે અકાઉન્ટ્સ ફ્રીઝ કરાવાય છે તેને અનફ્રીઝ કરાવવા 20-25 લાખ રૂપિયા કે પછી ખાતામાં જમા પડેલી રકમના 80% લેવામા આવે છે.જે બાદ તેઓ પોલીસના ઉચ્ચ અધિકારીઓને મળ્યા હતા જે બાદ આખો ભાંડો ફૂટ્યો હતો. આ પોલીસ ઇન્સ્પકેટરે પોતાની કાબિલિયતનું પ્રદર્શન જ્યાં કરવાનું હતું ત્યાં ના કર્યું જેના કારણે આ પાપનો ઘડો છલક્યો અને પીઆઇને રેલો આવ્યો છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?