PGVCL : ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ નાં ઉમેદવારોનું આંદોલન બીજા દિવસે પણ યથાવત! આ કારણોસર પરીક્ષાર્થીઓ કરી રહ્યા છે વિરોધ!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-02 16:45:50

ફરી એકવાર વિધ્યાર્થીઓ આંદોલન પર ઉતર્યા છે પણ આ વખતે ગાંધીનગરમાં નહીં રાજકોટમાં વિધ્યાર્થીઓ બે દિવસથી કચેરી આગળ આંદોલન પર છે પરીક્ષા લીધી પણ નિમણૂક કરવામાં નથી આવતી તેવા આક્ષેપ થઈ રહ્યા છે. 

આટલા ઉમેદવારોએ આપી હતી પરીક્ષા!

સૌરાષ્ટ્રમાં PGVCLકંપનીમાં વીજ હેલ્પરની પરીક્ષા આપી છતાં ભરતી ના કરવામાં આવી જેના કારણે વિધ્યાર્થીઓમાં રોષ છે. રાજકોટ PGVCL કચેરી દ્વારા ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની ભરતી માટેની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં 6,000થી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જોકે ખાલી જગ્યાઓ મુજબ ભરતી કરવામાં ન આવતા વિદ્યાર્થીઓ બે દિવસથી ધરણાં પર છે. 

ગઈકાલથી ઉમેદવારો ભૂખ્યા પેટે નોંધાવી રહ્યા છે વિરોધ!

ગુજરાતમાં અનેક ભરતીઓ નથી કરવામાં આવતી જેને લઈ ઉમેદવારો, પરીક્ષાર્થીઓ વિરોધ કરતા હોય છે! પરીક્ષા તો આપી છતાંય સૌરાષ્ટ્રના અનેક સેન્ટરોમાં વીજ હેલ્પરની નિમણૂક કરવામાં આવતી ના હોવાનો આરાજદારોનો આક્ષેપ છે. ગઈકાલથી પરીક્ષાર્થીઓ આંદોલન કરી રહ્યા છે. અનેક જગ્યાઓ ખાલી હોવા છતાંય PGVCL કંપનીમાં GSO 4 મૂજબ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતી કરવામાં નથી આવતી. આજે બીજા દિવસે પણ પરીક્ષાર્થીઓના ધરણા યથાવત જોવા મળ્યા છે.   



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...