PGVCLનો સપાટો, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વીજચોરો સામે કડક કાર્યવાહી, 164 કરોડની વીજ ચોરી પકડાઈ


  • Published By :
  • Published Date : 2023-11-22 15:06:42

રાજ્ય સરકારના તમામ પ્રયાસો છતાં પણ વીજચોરી વધી રહી છે, વીજચોરોને જાણે કાયદાનો કોઈ ડર જ નથી. આ વીજચોરોના કારણે પ્રમાણિક રીતે વીજ બીલ ભરતા ગ્રાહકો સાથે અન્યાય થઈ રહ્યો છે. PGVCL(Paschim Gujarat Vij Company Ltd) એ હાથ ધરેલા વીજ ચેકિંગ અભિયાનમાં મોટો ખુલાસો થયો છે. PGVCLએ રાજકોટ સહિતના સૌરાષ્ટ્રના તમામ શહેરો અને ગામોમાં એક સાથે સપાટો બોલાવ્યો હતો. PGVCLની ટીમોએ એક વર્ષમાં 164 કરોડ કરોડથી વધુની વીજચોરી પકડી છે. PGVCL ટીમો દરરોજ 17થી 20 લાખની વીજચોરી પકડી હોવાનું સામે આવ્યું છે. સૌરાષ્ટ્ર ઉપરાંત કચ્છમાં પમ વીજચોરો સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે. 


સૌરાષ્ટ્ર-કચ્છમાં 56 હજાર કનેક્શનનું ચેકિંગ


PGVCLએ વિવિધ ટીમ બનાવીને દરોડા પાડવાનું શરૂ કર્યું તો વીજચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. મળતી જાણકારી મુજબ એપ્રિલ 2023થી ઓક્ટોબર 2023 દરમિયાન 164 કરોડ રૂપિયાની વીજચોરી પકડાઇ છે. ઓક્ટોબર મહિના દરમિયાન 35 કરોડ રૂપિયાની વીજચોરી પકડાઇ છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ઓક્ટોબર મહિના દરમિયાન 56000 કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા, એમાંથી 8000 કનેક્શનમાંથી વીજચોરી પકડાઇ છે. દરેક સાત કનેક્શનમાંથી એક કનેક્શનમાં વીજચોરી પકડાઇ રહી છે, જે ખરેખરમાં ચિંતાજનક છે. છેલ્લા સાત મહિનામાં સૌરાષ્ટ્ર-કચ્છની 9 આઈસ ફેક્ટરીમાંથી 7.50 કરોડની વીજચોરી પકડાઈ છે. વીજચોરો સામે આ કાર્યવાહી હજુ પણ ચાલુ જ રહેશે અને વીજચોરીના દુષણને કડક હાથે ડામવામાં આવશે.


સૌરાષ્ટ્રમાં 82 કરોડની વીજચોરી


સૌરાષ્ટ્રના અનેક ગામોમાં PGVCL ટીમે અચાનક દરોડાની કાર્યવાહી હાથ ધરતાં કરોડોની ચોરી પકડી પાડી હતી. રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં PGVCLએ ચાર મહિનામાં 82 કરોડ રૂપિયાની વીજ ચોરી પકડી હતી. PGVCLએ એક લાખ 13 હજારથી વધુ વીજ જોડાણોનું ચેકિંગ કર્યું હતું જેમાંથી જેમાંથી 27 હજાર 254 કનેક્શનમાં ગેરરીતિ ઝડપાઇ હતી. સૌથી વધુ ભાવનગર જિલ્લામાં 15 કરોડ રૂપિયાની વીજ ચોરી પકડાઇ હતી. છેલ્લા કેટલાય દિવસોથી રાજકોટ સહિતના વિસ્તારોમાં PGVCLની ટીમે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યુ છે આમાં પાંચ દિવસમાં દોઢ કરોડથી વધુની વીજ ચોરીને પકડી પાડવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે, રાજકોટ સહિતના આજુબાજુના વિસ્તારોમાં PGVCLની ટીમે પાંચ દિવસની દરોડાની કાર્યવાહી શરૂ કરી હતી, જેમાં 44 ટીમો કામે લાગી હતી, આ તમામ ટીમે ચેકીંગની કામગીરી દરમિયાન આજી, ખોખડદડ, મોરબી રૉડ ઉપરના વિસ્તારોમા દરોડા પાડ્યા હતા, આ દરોડામાં લગભગ પાંચ દિવસમાં દોઢ કરોડની વીજ ચોરીને પકડી પાડી હતી. આમાં 108 કનેક્શનમાંથી 83 લાખને વીજ ચોરી પણ પકડાઇ હતી. જોકે, આ કાર્યવાહી કરવા છતાં હજુ પણ PGVCLની ટીમે વીજ ચોરો સામેની કાર્યવાહીને વધુ તેજ બનાવી છે.  PGVCLએ ઘરેલું અને કોમર્શિયલ વીજ જોડાણો પર જે રીતે ચેકિંગ હાથ ધર્યું જે તે જોતા મોટી રકમની વીજ ચોરી બહાર આવે તેવી શક્યતા છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?