કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પૂરીની અપીલ, ઓઈલ કંપનીઓ ભાવ અને રાજ્ય સરકારો વેટ ઘટાડે


  • Published By :
  • Published Date : 2023-01-22 21:17:31

દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સમાન્ય લોકો માટે ચિંતાનો વિષય બન્યો છે. દેશમાં વધેલી મોંઘવારી માટે પણ લોકો પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને જ કારણભુત માને છે. જો કે પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ લોકોને રાહતના સમાચાર આપ્યા છે. દેશમાં હાલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે. છેલ્લા ઘણા સમયથી બન્ને ઈંધણના ભાવમાં કોઈ ફેરફાર કરાયો નથી. પરંતુ હવે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પૂરીએ ઓઈલ કંપનીઓને ભાવ ઘટાડવાની અપીલ કરી છે. 


પેટ્રોલિયમ કંપનીઓ ભાવ ઘટાડે


કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ આજે રવિવારે (22 જાન્યુઆરી) ઓઈલ કંપનીઓને ઈંધણના ભાવ ઘટાડવાની અપીલ કરી હતી. હરદીપ સિંહ પુરીએ કહ્યું કે હું ઓઈલ કંપનીઓને વિનંતી કરું છું કે જો ઈન્ટરનેશનલ સ્તરે ઓઈલ પ્રાઈસિસ કન્ટ્રોલમાં હોય અને તેમની કંપનીની રિકવરી પૂરી થઈ હોય તો તેમણે ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવા જોઈએ. આ સાથે તેમણે વેટ ન ઘટાડવા માટે રાજ્ય સરકારો પર પણ નિશાન સાધ્યું હતું. હરદીપ સિંહ પુરીએ કહ્યું કે કેન્દ્રની વિનંતી છતાં કેટલીક રાજ્ય સરકારોએ વેટ ઘટાડ્યો નથી અને તેના કારણે પણ તેલના ભાવ હજુ પણ ઊંચા છે. તેમણે મોદી સરકારની પ્રસંશા કરતા કહ્યું કે આંતરરાષ્ટ્રીય ભાવમાં વધારો થવા છતાં અમે તેલના ભાવને મેનેજ કરી શક્યા છીએ, કારણ કે કેન્દ્રએ નવેમ્બર 2021 અને મે 2022ના રોજ એક્સાઇઝ ડ્યૂટીમાં ઘટાડો કર્યો હતો.


વિદેશમાં ભાવ વધ્યા પણ ભારતમાં સ્થિર


પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીના જણાવ્યા પ્રમાણે ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં આવતું ઈંધણની કિંમત ડિસેમ્બર 2021થી ડિસેમ્બર 2022 દરમિયાન 3 ટકા વધી છે. તેમણે માહિતી આપી કે આ દરમિયાન અમેરિકામાં ડીઝલ 34 ટકા મોંઘુ થઈ ગયું છે. તે જ પ્રકારે કેનેડામાં તેનો 36 ટકા ભાવ વધ્યો છે. 



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..