વિધાનસભાની ચૂંટણી પછી પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાની શક્યતા, કંપનીઓની ખોટ વધતા સરકાર પર દબાણ


  • Published By :
  • Published Date : 2022-12-03 18:30:46

ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી પૂર્ણ થઈ છે. રાજ્યમાં 5મી તારીખે બીજા તબક્કાનું મતદાન થશે. ચૂંટણી પૂર્ણ થયા બાદ રાજ્યમાં કઈ પાર્ટીની સરકાર બનશે તેના કરતા સામાન્ય માણસને મૂંઝવતો સવાલ એ છે કે શું પેટ્રોલ-ડિઝલના ભાવ વધશે?, ભૂતકાળને જોતા આ પ્રકારની આશંકા પ્રબળ બની છે.  


શું પેટ્રોલ-ડિઝલના ભાવ વધશે? 


સામાન્ય રીતે વિધાનસભાની કે અન્ય કોઈ પણ મોટી ચૂંટણી દરમિયાન પેટ્રોલ અને ડીઝલના ભાવ વધતા અટકી જાય છે.  ભૂતકાળમાં ઘણી વખત જોવા મળ્યું છે, ચૂંટણી બાદ તરત જ પેટ્રોલ-ડિઝલના ભાવમાં અચાનક જ ઉછાળો જોવા મળે છે. જેમ કે કર્ણાટક વિધાનસભા ચૂંટણી દરમિયાન પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રહ્યા હતા. ત્યારબાદ તાજેતરમાં ઉત્તર પ્રદેશ સહિત 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં પણ આ જ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. એપ્રિલમાં ભાવ મર્યાદા પહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 10 રૂપિયા પ્રતિ લિટરનો વધારો જોવા મળ્યો હતો.


ભાવ વધારાની આશંકા પ્રબળ કેમ?


ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ચૂંટણી હોવાના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો નથી. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં છેલ્લો ફેરફાર 6 એપ્રિલ 2022ના રોજ થયો હતો. ત્યારથી લગભગ 8 મહિના વીતી ગયા છે અને તેની કિંમતો યથાવત છે. જો કે તેના કારણે દેશની ત્રણ મોટી સરકારી પેટ્રોલિયમ કંપનીઓ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC),ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL)અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL)ને એપ્રિલ-સપ્ટેમ્બર દરમિયાન કુલ રૂ. 21,201.18 કરોડની ચોખ્ખી ખોટ થઈ છે. કંપનીઓ પર ભારે આર્થિર બોજો પડી રહ્યો છે તેથી સરકાર પર પણ નુકસાની ઘટાડવા માટે પેટ્રોલ અને ડિઝલના ભાવ વધારાનું દબાણ થઈ રહ્યું છે.



આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.