પાકિસ્તાનમાં વચગાળાની સરકારે ફરી એક વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરતા હાહાકાર મચી ગયો છે. આઝાદીની ઉજવણી બાદ કિંમતોમાં વધારો કરાતા લોકોના ઉત્સાહ પર પાણી ફરી વળ્યું હતું. સરકારે પેટ્રોલિયમ ઉત્પાદનોની કિંમતોમાં 20 રૂપિયા પ્રતિ લિટરની વૃધ્ધી કરી છે. આ પાકિસ્તાનના ઈતિહાસમાં અત્યાર સુધીનો સૌથી વધુ વધારો છે.
આજથી ભાવ વધારો અમલી
પાકિસ્તાનમાં નવા ભાવ વધારા બાદ પેટ્રોલ 17.50 રૂપિયા પ્રતિ લિટર અને હાઈ સ્પિડ ડીઝલના ભાવમાં 20 રૂપિયા પ્રતિ લિટર મોંઘું થયું છે. નવી કિંમતો આજથી અમલી બની છે. આ ભાવ વધારા બાદ પેટ્રોલ 290.45 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 293 રૂપિયા પ્રતિ લિટર મોંઘુ થયું છે. આ અગાઉ 1 ઓગસ્ટના દિવસે પણ પાકિસ્તાન ડેમોક્રેટિક મુવમેન્ટ સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 19 રૂપિયાનો વધારો કર્યો હતો.
અર્થતંત્ર બેહાલ સ્થિતીમાં
પાકિસ્તાનમાં હાલ આર્થિક નાદારીનો સામનો કરી રહ્યું છે. કોવિડ-19 મહામારી, યુક્રેન-રશિયા યુધ્ધ, પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં ઉછાળો તથા દેશવ્યાપી ભયાનક પૂરના કારણે પાકિસ્તાનના અર્થતંત્રની કમર તુટી ગઈ છે. અર્થશાસ્ત્રીઓના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક વર્ષોમાં સત્તામાં આવેલી સરકારોએ દેશની આર્થિક સ્થિતી પર ધ્યાન ન આપતા તથા સતત કૌભાંડોના કારણે હાલ આ પરિસ્થિતી સર્જાઈ છે.