પાકિસ્તાનના પૂર્વ તાનાશાહ પરવેઝ મુશર્રફનું દુબઈમાં અવસાન, એમીલોઇડોસિસ રોગથી પીડાતા હતા


  • Published By :
  • Published Date : 2023-02-05 12:37:27

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફનું દુબઈમાં દેહાંત થયું છે. પરવેઝ મુશર્રફ લાંબા સમયથી એમીલોઇડોસિસરોગથી પીડાતા હતા. મુશર્રફ ઘણા મહિનાઓથી  દુબઈની એક હોસ્પિટલમાં દાખલ હતા. દુબઈની આ હોસ્પિટલમાં પરવેઝ મુશર્રફની સારવાર ચાલી રહી હતી. એમીલોઇડોસિસ નામની બીમારીથી પીડિત મુશર્રફના તમામ અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું છે. હવે રિકવરીની કોઈ શક્યતા બચી નહોતી.


કારગિલમાં ઘુશણખોરીનું કાવતરું રચ્યું હતું


મુશર્રફ કારગિલ યુદ્ધના માસ્ટરમાઇન્ડ હતા. માર્ચ 1999 થી મે 1999 સુધી તેણે આતંકવાદીઓને કારગીલમાં ઘૂસણખોરી કરવાનો આદેશ આપ્યો હતો. પાકિસ્તાનની નોર્ધન લાઇટ ઇન્ફન્ટ્રીએ કારગીલની ઘણી ચોકીઓ કબજે કરી લીધી હતી. બંને દેશોની સેના વચ્ચે અઢી મહિના સુધી યુધ્ધ ચાલ્યું હતું. પાકિસ્તાની સૈનિકો અને આતંકવાદીઓએ બળજબરીથી ભારતીય ચોકીઓ પર કબજો જમાવ્યો હતો. પર્વતોના શિખરો પર લડાઈ રહેલું યુદ્ધ દરરોજ નવા પડકારો લઈને આવ્યું હતું. અંતે ભારતનું ઓપરેશન વિજય સફળ રહ્યું હતું અને યુધ્ધમાં ભારતનો વિજય થયો હતો


 નવાઝને હટાવી કર્યું હતું તખ્તાપલટ


12 ઓક્ટોબર 1999ના રોજ પાકિસ્તાનમાં લશ્કરી બળવો થયો હતો. આ રક્તવિહીન ક્રાંતિમાં નવાઝની શ્રીલંકાથી આવતા મુશર્રફના વિમાનને હાઇજેક કરીને આતંકવાદ ફેલાવવાનો આરોપ લગાવ્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં તેમને પરિવારના 40 સભ્યો સાથે સાઉદી અરેબિયા મોકલી દેવામાં આવ્યા હતા. નવાઝ શરીફે 1997ની સામાન્ય ચૂંટણીમાં જીત મેળવી અને વડાપ્રધાન પદ સંભાળ્યું. નવાઝ શરીફે જ જનરલ પરવેઝ મુશર્રફને આર્મી ચીફ બનાવ્યા હતા.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?