Peru Earthquake : 7.2ની તીવ્રતાથી ધ્રુજી પેરૂની ધરા, ધરતીકંપને પગલે અપાઈ સુનામીનું એલર્ટ! જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-28 13:21:51

ધરતીકંપના આંચકાનો અનુભવ દક્ષિણ અમેરિકાના દેશ પેરૂમાં થયો છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.2 નોંધાઈ હતી. આ ભૂકંપના આંચકાથી અફરા તફરી મચી ગઈ હતી. મીડિયા રિપોર્ટ અનુસાર આ તીવ્ર ભૂકંપનું કેન્દ્ર બિંદુ પેરૂના પશ્ચિમમાં એટીક્વિપાથી 8 કિલોમીટર દૂર હતું. આ મામલે કોઈ જાનહાનિ કે માલહાની થઈ હોય તેવા સમાચાર સામે આવ્યા નથી પરંતુ એવી માહિતી સામે આવી છે કે ભૂકંપને કારણે સુનામીનું એલર્ટ આપી દેવામાં આવ્યું છે. અનેક સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં ધરતીકંપ કેટલો ભયંકર હતો તે દેખાઈ શકાય છે.  



7.2ની તીવ્રતા વાળા ભૂકંપનો થયો અનુભવ 

ભૂકંપના આંચકાનો અનેક વખત અનુભવ આપણે કર્યો છે.. થોડી તીવ્રતા સાથે આવતા ભૂકંપમાં આપણે દોડભાગ કરવા લાગીએ છીએ ત્યારે પેરૂમાં 7.2ની તીવ્રતા વાળો ભૂકંપ આવ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર શુક્રવાર સવારે 11 કલાકની આસપાસ પેરૂની ધરા ધ્રુજી હતી. આટલી તીવ્રતાવાળો ભૂકંપ આવવાને કારણે સુનામીની આગાહી કરવામાં આવી છે. દરિયામાં ઉંચા મોજા ઉછળવાની શક્યતાઓ રહેલી છે.



ડરને મારે લોકો નિકળી ગયા ઘરની બહાર 

એવી માહિતી સામે આવી છે કે 16 જૂને પણ પેરૂમાં ધરતીકંપનો અનુભવ થયો હતો. તે વખતે તેની તીવ્રતા 5.9 નોંધાઈ હતી. તે વખતે જાનહાની કે માલહાની થઈ ના હતી તેવી માહિતી સામે આવી છે. પરંતુ આ વખતે 7.2 તીવ્રતા વાળો ભૂકંપના આંચકાનો અનુભવ થયો. ડરના મારે લોકો ઘરની બહાર નીકળી ગયા.  સુરક્ષિત સ્થળે લોકો ખસી જાય તેવી સૂચના પણ આપી દેવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે. મહત્વનું છે કે સુનામીની ચેતવણી આપી દેવામાં આવી છે.     




બાળપણ... જીવનનો એક એવો phase જે આપણને યાદ રહી જાય છે.. બાળપણનું નામ સાંભળતા જ આપણા ચહેરા પર એક અલગ સ્માઈલ આવી જાય.. જૂની યાદો તાજા થઈ જાય.. બાળપણ આખું યાદ આવી જાય.

ગુજરાતમાં ફરી એકવાર ચૂંટણીનો માહોલ છવાઈ રહ્યો છે.... ત્રણેય પક્ષોએ તૈયારીઓ શરુ કરી દીધી છે... ત્રણ એટલા માટે કે આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવાર ઉતારશે એવી ચર્ચા છે... એટલે આપ અને કોંગ્રેસનું ગઠબંધન તૂટશે એવુ કહી શકાય છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફિટ ઈન્ડિયા, ફિટ મીડિયા કેમ્પેઈનનો શુભારંભ કરાવ્યો હતો.. રેડ ક્રોસ ભવનની બાજુમાં આવેલા ખાદી ગ્રામોદ્યોગ ભવનના પરિસરમાં કરવામાં આવ્યો હતો..

આજે ચૂંટણી પંચ દ્વારા વાવ વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણીની જાહેરાત કરી છે.. 13 નવેમ્બરે વાવ બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે જેનું પરિણામ 23 નવેમ્બરે આવવાનું છે..