આજકાલ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને લોકો સુધી ગણતરીના સેકન્ડમાં માહિતી પહોંચાડી શકાય છે. સોશિયલ મીડિયામાં ફરતા મોટાભાગના મેસેજ,વીડિયો વગેરેની ખરાઈ કર્યા વગર જ બીજા લોકોને ફોરવર્ડ કરી દેતા હોય છે, જેથી લોકો ગેરમાર્ગે દોરાય જાય છે. છેલ્લા ઘણા સમયથી નાના બાળકો પકડતી ગેંગ ગુજરાતના અનેક ગામમાં ફરે છે અને નાના બાળકોને ઉપાડી જાય છે તેવા મેસેજ સોશિયલ મીડિયામાં ફરે છે જોકે મોટાભાગે આવા મેસેજ પોલીસ તપાસ બાદ ખોટા નીકળતા હોય છે ત્યારે ફરી એક વખત અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારના એક યુવકે આવી ખોટી માહિતી ટ્વીટ કરી હતી.જોકે પોલીસે તપાસ કરતા માહિતી ખોટી નીકળી હતી જેથી પોલીસે અફવા ફેલાવા બદલ યુવકની ધરપકડ કરી હતી.
યુવક સામે શું ગુનો નોંધાયો હતો?
સાયન્સ સિટી વિસ્તારમાં રહેતા બિમલ પટેલએ ટ્વિટર પર ટ્વીટ કર્યું હતું કે બોપલ ,ગોતા, સાયન્સ સિટી જેવા વિસ્તારમાં બાળકો ઉપાડતી ગેંગ ફરે છે અને આ ગેંગએ 2 બાળકોને આજે સાયન્સ સિટી માંથી કિડનેપ કર્યા છે. ઉપરાંત યુવકે ગુજરાત પોલસ પર સવાલ કરતા લખ્યું કે ગુજરાત પોલીસ કોઈ પણ કાર્યવાહી કરી રહી નથી .
યુવકે આ ટ્વીટમાં ગુજરાત પોલીસ અને ગૃહમંત્રીને ટેગ કર્યા હતા.પોલીસે જયારે તપાસ કરતા આવી કોઈ ઘટના જ બની નથી તેવું સામે આવ્યું હતું. જેથી પોલીસે અફવા ફેલાવાના ગુનામાં એક યુવકની ધરપકડ કરી હતી.