દુનિયાભરમાં આર્થિક મંદીનો માહોલ છે. વિશ્વની અગ્રણી આઈ ટી, ઈ કોમર્સ અને રિટેલ સહિતની વિવિધ સર્વિસ સેક્ટરની કંપનીઓ તેમના કર્મચારીઓની છટણી કરી રહી છે. જેમ કે એમેઝોન, ટ્વિટર અને મેટા બાદ હવે અગ્રણી દિગ્ગજ કંપની પેપ્સિકોના કર્મચારીઓની સંખ્યા ઘટાડવા છટણી કરી રહી છે.
પેપ્સિકોએ કર્મચારીઓને મોકલી નોટિસ
વિશ્વની અગ્રણી ફુડ, સ્નેક્સ અને બેવરીઝ કંપની પેપ્સિકોએ કર્મચારીઓની સંખ્યા ઘટાડવા માટે છટણીની જાહેરાત કરી છે. કંપનીએ કોસ્ટ કટિંગ માટે છટણીનો નિર્ણય કર્યો છે. કંપનીએ પોતાના કર્મચારીઓને મેમો મોકલ્યો હતો. મેમોમાં કહ્યું છે કે કંપની સંગઠનને સરળ બનાવવા માટે જઈ રહી છે, જેથી આપણે વધુ કુશળતાથી કામ કરી શકીએ. અત્રે ઉલ્લેખનિય છે કે પેપ્સિકોમાં 3 લાખ 9 હજાર કર્મચારીઓ કાર્યરત છે. તેમાંથી અનેક લોકો પર પર છટણીની તલવાર લટકી રહી છે.
આ કંપનીઓએ પણ કરી છટણી
માઈક્રોસોફ્ટ, ટ્વિટર, એમેઝોન, OYO,ઝોમેટો, મેટા, સિસ્કો, વોલમાર્ટ, ફોર્ડ મોટર્સ, સ્ટ્રાઈપ, ઓન લાઈન ટ્રેડિગ કંપની રોબિનહુડ અને ક્રિપ્ટોકરન્સી કંપની કોઈનબેઝ સહિતની કંપનીઓએ પણ છટણીની પ્રક્રિયા શરૂ કરી છે.