જી-20 સમિટની તૈયારીઓના ભાગરૂપે ગુરૂગ્રામમાં ફૂલો લાવવામાં આવ્યા હતા. સજાવટ માટે રસ્તા પર મૂકેલા ફૂલો ચોરી થતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વાયરલ થયેલા વીડિયોમાં 2 લોકો 40 લાખની ગાડીમાં આવે છે અને રસ્તા પર મૂકેલા ફૂલોને ગાડીની ડેકીમાં મૂકી દે છે. આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસે કાર્યવાહી કરી છે અને આ બંને વ્યક્તિની ધરપકડ કરી લીધી છે. ધરપકડ થયેલા વ્યક્તિનું નામ મનમોહન છે. પોલીસે મનમોહન પાસેથી ચોરાયેલા છોડને પણ જપ્ત કર્યા છે.
Haryana | A video of two men allegedly stealing flower pots set up for a G20 event in Gurugram went viral
— ANI (@ANI) February 28, 2023
It has come to our cognizance & action will be taken against them: SK Chahal, Joint CEO, Gurugram Metropolitan Development Authority
(Pic 1 from viral video) pic.twitter.com/03FPra9A5x
પોલીસે છોડ લઈ જનાર વ્યક્તિની કરી ઓળખ
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં 40 લાખની ગાડીમાં આવેલા વ્યક્તિઓ જી-20 સંમેલન દરમિયાન શહેરને શણગારવા માટે લાવવામાં આવેલા છોડને ચોરી કરતા દેખાતા હતા. કારમાંથી ઉતરી છોડને ડેકીમાં મૂકતા દેખાય છે. વીડિયો વાયરલ થતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે મનમોહન અને તેમના સાથીદારની ઓળખ કરી લીધી છે. મનમોહન ગુરુગ્રામના ગાંધી નગર વિસ્તારનો રહેવાસી છે. પોલીસે મનમોહન પાસેથી કાર અને ચોરી કરેલા દરેક ફ્લાવર પોટ જમા કરી લીધા છે.
તેમને ખબર જ ન હતી કે કોઈ વીડિયો લઈ રહ્યો છે
પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું કે મનમોહન અને તેમના સાથી દિલ્હીથી ગુરૂગ્રામ પરત ફરી રહ્યા હતા. ત્યારે બંનેએ છોડ જોયા, ગાડીને ઉભી રાખી અને છોડને ગાડીમાં મૂકી ચાલ્યા ગયા. પોલીસે કહ્યું કે તેમને ખબર જ ન હતી કે કોઈ તેમનો વીડિયો લઈ રહ્યો છે. તેમને એવો અંદાજો પણ ન હતો કે આ વીડિયો તેમને ચોરોની કેટેગરીમાં લઈને ઉભા કરી દેશે. વીડિયો વાયરલ થયા બાદ પોલીસ એક્ટિવ થઈ ગઈ હતી અને ત્વરિત એક્શન લેવામાં આવ્યા હતા.