ઉનાળા વેકેશન દરમિયાન અનેક સ્થળો પર લોકોની ભીડ જોવા મળતી હોય છે. અલગ અલગ જગ્યાઓ પર બાળકોને લઈ પરિવારના સભ્યો જતા હોય છે.. અનેક એવા સ્થળો એવા હોય છે જ્યાં લોકો ન્હાવા જતા હોય છે.. ઉનાળાના સમય દરમિયાન પાણીમાં ડૂબકી લગાવી ગમતી હોય છે પરંતુ કોઈ વખત દુર્ઘટના પણ સર્જાતી હોય છે.. ત્યારે પોઈચા ખાતે ફરવા આવેલા પ્રવાસીઓનો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. પોઈચાની નર્મદા નદીમાં 8 લોકો ડૂબ્યા છે.. તેઓ મૂળ વતની અમરેલીના હતા અને હાલ તે સુરતમાં રહેતા હતા. 8 લોકોમાં 3 બાળકોનો પણ સમાવેશ થાય છે..
પોઈચા નર્મદામાં આઠ લોકો ડૂબ્યા
આપણે અનેક વખત સાંભળ્યું હશે કે અજાણ્યા પાણીમાં ન્હાવું ના જોઈએ.. પાણી સાથે મસ્તી ના કરવી જોઈએ વગેરે વગેરે... દુર્ઘટના સર્જાવાનો ભય રહેતો હોય છે.. આપણામાંથી અનેક લોકો એવા હશે જે અજાણી જગ્યા પર પાણીમાં ન્હાવા જતા હોય છે.. પાણી ક્યારે પોતાની અડફેટમાં આપણને લઈલે તેની ખબર નથી હોતી અને મોટી દુર્ઘટના સર્જાય છે.. ત્યારે આવી જ એક મોટી દુર્ઘટના પોઈચા ખાતે સર્જાઈ છે.. નદીમાં 8 લોકો ડૂબી ગયા છે...નર્મદા નદીમાં નાહવા પડેલા આઠ પ્રવાસીઓ ડૂબી ગયા છે તેવી માહિતી સામે આવી છે..
સાત વ્યક્તિઓની કરાઈ રહી છે શોધખોળ
ડૂબતા લોકોને બચાવવા માટે સ્થાનિક લોકો પાણીમાં કૂદયા. એક વ્યક્તિને બચાવી પણ લેવામાં આવ્યો છે. ડૂબેલા લોકોને બચાવવા માટે એનડીઆરએફની ટીમ પણ પહોંચી ગઈ છે તેવી માહિતી સામે આવી છે.. બાકી રહેલા વ્યક્તિઓની શોધખોળ કરવામાં આવી રહી છે.. પોલીસની ટીમ, ફાયર ફાઈટરની ટીમ પણ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે..