હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં લોકો રામાયણના રિમિક્સ વર્ઝન પર નાચી રહ્યા છે. સોશિયલ મીડિયા પર જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે નોયડાના ગાર્ડન ગૈલેરિયા મોલનો હોવાનો બતાવવામાં આવી રહ્યો છે. વીડિયો મોલના એક ક્લબનો છે જેમાં લોકો ડાન્સ કરતા દેખાઈ રહ્યા છે. વીડિયો વાયરલ થતાં પોલીસે આ અંગે કેસ દાખલ કર્યો છે. ગૌતમ બુદ્ધ પોલીસ દ્વારા આ અંગે માહિતી આપવામાં આવી હતી.
ક્લબમાં ચલાવાયા રામાયણના સીન!
સોશિયલ મીડિયા પર અનેક વીડિયો વાયરલ થતા હોય છે. કોઈ વખત વાયરલ વીડિયોને કારણે વિવાદ સર્જાઈ જતો હોય છે. તો કોઈ વાયરલ વીડિયો એવા હોય છે જે આપણા દિલને સ્પર્શી જતા હોય છે. ત્યારે હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને લઈ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા આ મામલે કેસ દાખલ કરવામાં આવ્યો છે. વાત જાણે એમ છે કે વાયરલ વીડિયોમાં લોકો ડાન્સ કરતા દેખાઈ રહ્યા છે. કોઈ ગીત પર ડાન્સ કરતા હોય તો વાંધો ન હતો પરંતુ ક્લબમાં લોકો રામાનંદ સાગરની રામાયણ સિરિયલના એક ભાગના રિમીક્સ વીડિયો પર ડાન્સ કરી રહ્યા હતા.
રામાયણના યુદ્ધ સમયના વીડિયો ચલાવાયા અને લોકોએ ડાન્સ કર્યો!
આ વીડિયો નોયડાના ગાર્ડન ગૈલેરિયા મોલનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. વીડિયો મોલના એક ક્લબનો છે જ્યાં રામ રાવણના યુદ્ધનો એક વીડિયો ડબિંગની સાથે લોકો ડાન્સ કરી રહ્યા છે. લોકો ડબ્ડ વીડિયો પર ડાન્સ કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર ક્લબમાં ડબિંગ વીડિયો રામાનંદ સાગરના રામાયણ સીરિયલના અનેક ભાગ બતાવવામાં આવી રહ્યા છે. જેમાં રામ અને રાવણ યુદ્ધના સમયે વાતો કરી રહ્યા છે. આમાં અમુક બિટ ઉમેરી સોન્ગ વગાડવામાં આવી રહ્યું છે અને લોકો ડાન્સ કરી રહ્યા છે.
પોલીસે આ મામલે કરી કાર્યવાહી!
આ વીડિયો વાયરલ થતાં નોયડા પોલીસે પગલાં લેવાની શરૂઆત કરી છે. મળતી માહિતી અનુસાર પોલીસે આ મામલે ક્લબ માલિક અને મૈનેજરની ધરપકડ કરી દીધી છે. વીડિયો વાયરલ થતાં પોલીસે આ મામલે એફઆઈઆર દર્જ કરી છે. ગૌતમ બુદ્ધ પોલીસ દ્વારા આ મામલે ટ્વિટ કરવામાં આવ્યું છે.