દેશભરમાં આત્મહત્યા કરનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો એટલે કે NCRBની રિપોર્ટમાં આ બાબતનો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે. વર્ષ 2021માં દેશભરમાં 1.64 લાખથી પણ વધુ લોકોએ આત્મહત્યા કરી મોતને વ્હાલું કર્યું હતું. આ આંકડો વર્ષ 2020ની તુલનામાં 7.2 ટકા વધુ છે. 2020માં 1.53 લોકોએ આત્મહત્યા કરી હતી.
શા માટે લોકો આત્મહત્યા કરે છે?
દેશમાં વધી રહેલી આત્મહત્યાની ઘટનાઓ ચિંતાનો વિષય બની છે, હવે સવાલ એ થાય છે કે લોકો શા માટે આત્મહત્યા કરવા પ્રેરાય છે. નિષ્ણાતોના મતે ડિપ્રેશન, ફેમિલી પ્રોબ્લેમ, બીમારી, લવ અફેયર્સ,દેવુ,બેકારી,ગરીબી,સંપત્તી વિવાદ,પરીક્ષામાં નિષ્ફળતા, નજીકના પરિવારજનની વિદાય સહિતના પરિબળો આત્મહત્યા માટે જવાબદાર છે. 15થી 29 વર્ષની વયના લોકોમાં વધી રહેલું આત્મહત્યાનું પ્રમાણ સૌથી વધુ ચિંતાજનક છે.
રિપોર્ટની મહત્વની બાબતો
દેશભરમાં સૌથી વધુ આત્મહત્યા મુંબઈ,તમિલનાડુ,મધ્ય પ્રદેશ અને દિલ્લીમાં થાય છે.
દેશમાં 18થી 30 વર્ષના 56,543 યુવાનોએ આત્મહત્યા કરી હતી, આત્મઘાત કરનારા 24 ટકા 100-12 ધોરણ સુધી ભણ્યા હતા. જ્યારે 11 ટકા અભણ અને 14 ટકા ગૃહિણી હતી,
આત્મહત્યા કરનારા 64 ટકા લોકોની વાર્ષિક આવક 1 લાખથી પણ ઓછી હતી.