ઉર્વશી રાઉતેલા હાલમાં એક વાત માટે ખૂબ ચર્ચામાં છે ઉર્વશી રિષભ પંત અંગે વિચિત્ર નિવેદનોને લઈ ચર્ચામાં આવે છે. બંને સો.મીડિયામાં અવાર-નવાર એકબીજા વિરુદ્ધ નિવેદન આપતા રહે છે. હાલમાં જ ઉર્વશીએ રિષભ પંતને જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી હતી. ઉર્વશીએ બર્થડે વિશ કરતો વીડિયો સો.મીડિયામાં શૅર કર્યો હતો. આ વીડિયોમાં ઉર્વશીએ ફ્લાઇંગ કિસ પણ કરી હતી. વીડિયોમાં ઉર્વશીએ રિષભ પંતનું નામ લીધું નહોતું, પરંતુ સો.મીડિયા યુઝર્સે અટકળો કરી હતી કે આ વીડિયો રિષભ માટે જ છે.
યુઝર્સ ટ્રોલ કરી રહ્યા છે ..
વિડિયો વાઇરલ થતાં યુઝર્સ ઉર્વશીને ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરએ કહ્યું કે આજે તો રિષભ પંતનો જન્મદિવસ છે. અન્ય એકે કમેન્ટ કરી હતી કે ઓવરએક્ટિંગ માટે 50 રૂપિયા લેવા પડશે. બીજા એક યુઝરે કહ્યું હતું કે રિષભના પ્રેમમાં પાગલ બની ગઈ છે.
રિષભે શું કહ્યું?
આ વિડિયો વાઇરલ થતાં તેની સામે રિષભે એક પોસ્ટ કરી છે તેમાં તેને કહ્યું 'આ કેટલું રમૂજી છે. લોકો કેવી રીતે લોકપ્રિયતા તથા સમાચારોમાં રહેવા માટે ઇન્ટરવ્યૂમાં કંઈ પણ ખોટું બોલી દેતા હોય છે. આ દુઃખની વાત છે કે લોકો નામ અને લોકપ્રિયતાના કેટલા ભૂખ્યા છે. ભગવાન તેમની પર કૃપા વરસાવે. મારો પીછો છોડ બહેન. ખોટું બોલવાની પણ એક લિમિટ હોય છે.' જોકે, થોડા સમય બાદ રિષભ પંતે આ પોસ્ટ ડિલિટ કરી નાખી હતી