ઉત્તરાયણમાં પતંગની દોરીને કારણે અનેક વખત અકસ્માત સર્જાયા હોય છે. પતંગની દોરી ગળે આવી જતા અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોય છે તો અનેક લોકો મોતને પણ ભેટતા હોય છે. ત્યારે હજી ઉત્તરાયણને હજી સમય છે પરંતુ અનેક લોકો અત્યારથી પતંગ ઉડાવી રહ્યા છે. જેને કારણે પતંગની દોરીથી થતા અકસ્માત સામે આવ્યા છે. એક કિસ્સો મહેસાણાના ઉંઝાથી સામે આવ્યો છે જ્યારે બીજી ઘટના સુરતમાં બની છે.
પતંગની દોરીને કારણે થાય છે અકસ્માત
14 અને 15 જાન્યુઆરીએ ઉત્તરાયણનો પર્વ આપણે ત્યાં મનાવાય છે. આ ઉત્સવ દરમિયાન લોકો પતંગ ચગાવે છે. આ સમય દરમિયાન પતંગની દોરીને કારણે અનેક વખત અકસ્માત સર્જાય છે. અનેક લોકોના જીવ પણ જાય છે. ત્યારે હજી ઉત્તરાયણને મહિના જેટલો સમય બાકી છે પરંતુ અનેક લોકો હમણાંથી જ પતંગ ઉડાવા લાગે છે. જેને કારણે હમણાંથી જ પતંગની દોરીને કારણે અકસ્માત સર્જાવાના શરૂ થઈ ગયા છે.
સુરત અને મહેસાણામાં બની ગળું કપાવાની ઘટના
સુરતમાં રસ્તા પરથી પસાર થઈ રહેલા એકવોકેટને પતંગની દારીને કારણે અકસ્માત સર્જાયો છે. ગળું કપાઈ જતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત મહેસાણાના ઉંઝા શહેરમાં ચાઈનીઝ દોરીને કારણે અકસ્માત થયો છે. આ ઘટનામાં પણ યુવકનું ગળું ચાઈનીઝ દોરીથી કપાઈ ગયું છે. આ યુવકને સમયસર સારવાર મળી રહેતા તેનો જીવ બચ્યો છે.