આપણી તબિયત સારી ના હોય ત્યારે સાજા થવા માટે આપણે દવાઓ લેતા હોઈએ છીએ. જ્યારે આપણે દવા લઈએ છીએ ત્યારે આપણે માનીએ છીએ કે આપણે સાજા થઈ જઈશું.. પરંતુ તે દવા નકલી હોય તો? વાત સાંભળીને તમને થશે કે નકલી દવાઓ થોડી મળે છે! પરંતુ ના હવે તો નકલી એન્ટિબાયોટિક દવાઓ ઝડપાઈ છે તેવી માહિતી સામે આવી છે. નકલી એન્ટિબાયોટિક દવાઓ બનાવી તેને સમગ્ર રાજ્યમાં વેચવાના રેકેટનો પર્દાફાશ થયો છે. ગુજરાત ખોરાક અને ઓષધ નિયમન કમિશનરે જણાવ્યું છે કે અમદાવાદ, વડોદરા, સુરત, ભૂજ, ઈડર ખાતેથી બનાવટી દવાઓનો જથ્થો પકડાયો છે ઉપરાંત નકલી દવા બનાવતી ફેક્ટરી પણ ઝડપાઈ છે.
1.75 કરોડની નકલી એન્ટિબાયોટિક કરાઈ જપ્ત
ગુજરાતમાં નકલીની બોલબાલા છે. કોઈ વખત નકલી સીએમઓ અધિકારી પકડાય છે તો કોઈ વખત નકલી પીએમઓ અધિકારી ઝડપાય છે. કોઈ વખત તો આખેઆખું નકલી ટોલનાકુ ઝડપાય છે. આપણી સમક્ષ એવા અનેક કિસ્સાઓ છે જેમાં નકલી અધિકારીઓ પકડાય છે વગેરે વગેરે... નકલી ખાદ્ય પદાર્થનો જથ્થો પણ પકડાય છે. ખાદ્યપદાર્થમાં પણ ભેળસેળ થવા લાગી છે ત્યારે હવે નકલી દવાઓનો જથ્થો પકડાયો છે. ગુજરાત ખોરાક અને ઓષધ નિયમન કમિશનરે જણાવ્યું કે મોટા પ્રમાણમાં નકલી એન્ટિબાયોટિક દવાઓનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. બનાવટી દવાઓ બનાવીને તેનું વેચાણ કરતા હતા. અનેક જગ્યાઓ પરથી નકલી દવાઓ બનાવતી ફેક્ટરીઓ ઝડપાઈ છે. ચાંગોદરમાં બનાવટી દવાઓ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. 1.75 કરોડની નકલી એન્ટિબાયોટિક દવાઓનો જથ્થો ઝડપાયો છે.
નકલી દવાઓ બનાવવા વાળા કદાચ ભૂલી જાય છે કે....
મહત્વનું છે માત્ર થોડા રુપિયા કમાવવા માટે ખાદ્યપદાર્થોમાં, નકલી દવાઓ બનાવે છે. આવું કરીને અનેક લોકોના જીવને તેઓ જોખમમાં નાખે છે. આવું કરનારા લોકો કદાચ ભૂલી જતા હશે કે જે દવાઓ તે માર્કેટમાં વેચે છે તે દવા ઓ કદાચ તેમના પરિવારવાળા પણ સેવન કરી શકે છે.! દવા લેવા વાળાને થોડી ખબર હોય છે કે તે જે દવા લઈ રહ્યો છે તે અસલી છે કે નકલી! દવા બનાવવા વાળા પર વિશ્વાસ રાખીને લોકો દવા લેતા હોય છે એવું માનીને કે દવા લેવાથી તેમની તબિયત સુધરી જશે...