રાજ્યના વિવિધ શહેરોમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારના ધંધા અને કૂટણખાનાને રોકવા ગુજરાત પોલીસે મેગા ઝુંબેશ હાથ ધરી હતી પણ આ ઝુંબેશ પૂરી થઈ એટલે બધુ રાબેતા મુજબ જેમ હતું તેમ ફરી શરૂ થઈ ગયું છે. આ જ બાબતે કલોલ પોલીસ દ્વારા યોજવામાં આવેલા દરબારમાં ઉપસ્થિત રહેલા એક જાગૃત નાગરિકે રેન્જ આઇજીને સવાલો કર્યા હતા તેમણે પુછ્યું કે કે ગાંધીનગરના કલોલમાં જાહેરમાં સ્પાના નામે દેહવ્યાપરનો ધંધો ચાલે છે તો પોલીસ તેને બંધ કેમ કરાવતી નથી? આ જાગૃત નાગરિકના સવાલ સાંભળી ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત ઉપસ્થિત રહેલા તમામ લોકો સ્તબ્ધ બની ગયા હતા.
જાગૃત નાગરિકે રેન્જ આઇજીને કર્યો સવાલ
કલોલમાં પોલીસ દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ લોક દરબારમાં રેન્જ આઇજી ગાંધીનગર વીરેન્દ્ર યાદવ ઉપસ્થિત હતા અને બધાની ફરિયાદો સાંભળતા હતા તે દરમ્યાન તે લોક દરબારમાં હાજર એક વ્યક્તિએ પોતાનો સવાલ રજુ કર્યો હતો. વિરલ ગિરિ નામની આ વ્યક્તિએ સીધા રેન્જ આઇજી ગાંધીનગર વીરેન્દ્ર યાદવને ઉદ્દેશીને જ શહેરમાં સ્પા સેન્ટરોના નામે ચાલતા દેહવ્યાપાર અંગે સવાલો કર્યા હતા. વિરલ ગિરિએ સવાલ કર્યો કે પોલીસને ફોન કરીએ છીએ છતાં પણ પોલીસ આવતી નથી. પોલીસના નજર હેઠળ સ્પાના ગોરખધંધા ચાલી રહ્યા છે જે બંધ કરાવવામાં આવે. જો કે પોલીસે તેમને આ બાબતે કાર્યવાહી કરવાનો વિશ્વાસ અપાવ્યો હતો આશા છે કે પોલીસ કાર્યવાહી કરશે.
સપા સેન્ટરો સામેની ઝુંબેશ નબળી પડી
ગુજરાતનાં અનેક શહેરોમાં આ સપા સેન્ટરોનો ધંધો વ્હાઇટ કોલરનો ધંધો બન્યો હોય તોય તેવું લાગી રહ્યું છે કારણ કે આ લોકો સપા સેન્ટરનું બોર્ડ લગાવી બહારથી મહિલાઓ અને છોકરીઓ બોલાવી દેહવ્યાપરનો ધંધો કરતાં હોય છે. ગુજરાતનાં યુવાધનને અવળા રસ્તે લઈ જાય છે બરબાદ કરે છે. આવા લોકો બેફામ બન્યા છે કારણ કે પોલીસે લગામ છૂટી મૂકી દીધી છે. અગાઉ સમગ્ર રાજ્યમાં ગેરકાયદેસર દેહ વ્યાપારની પ્રવૃત્તિ વિરુદ્ધ ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. પોલીસે સપાટો બોલાવતા અન્ય સ્પા સંચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો જો કે તે ઝુંબેશ હવે નબળી પડી છે.