જમ્મુ-કાશ્મીરમાં અનેક વખત ટાર્ગેટ કિલિંગ થઈ રહ્યું છે. જેને કારણે લોકોમાં ભય વ્યાપી ઉઠ્યો છે. ત્યારે પુલવામામાં ટાર્ગેટ કિલીંગ કરવામાં આવ્યું હતું. કાશ્મીરી પંડિત સંજય શર્માના અંતિમ સંસ્કાર સોમવારે કરવામાં આવ્યા હતા. તેમના અંતિમ સંસ્કારમાં પોલિસ અધિકારી તેમજ અનેક નેતાઓ સામેલ થયા હતા. જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ સંજય શર્માના પરિવારની મુલાકાત લીધી હતી. આતંકવાદીઓએ સંજય શર્માની હત્યાએ સમયે કરી હતી જ્યારે તેઓ બજારમાં પત્ની સાથે જઈ રહ્યા હતા.
સરકાર પાસેથી ટ્રાન્સફરની કરી માગ
આતંકવાદી હુમલાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. અનેક લોકો આતંકવાદીનો શિકાર બની રહ્યા છે. ત્યારે દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં રવિવારે આતંકવાદીઓએ એક કાશ્મીરી પંડિતને ગોળી મારી દીધી હતી. ઈજાગ્રસ્ત થયા બાદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું નિધન થઈ ગયું હતું. આ ઘટના બાદ લોકોનો રોષ સામે આવ્યો હતો. ટ્રાન્સફરની માગ કરવામાં આવી હતી
સોમવારે કરવામાં આવ્યા હતા અંતિમસંસ્કાર
આતંકવાદીઓ દ્વારા ટાર્ગેટ કિલીંગ કરવામાં આવી રહી છે. કાશ્મીરી પંડિતોની હત્યા કરવામાં આવતી હોય છે. ત્યારે રવિવારે એટીએમમાં સુરક્ષાકર્મીની ફરજ બજાવનાર સંજય શર્માની હત્યા કરવામાં આવી હતી. સોમવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. વધતા હુમલાને લઈને કાશ્મીરી પંડિતોએ જમ્મુ કાશ્મીરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. પ્રધાનમંત્રી પેકેજ અંતર્ગત નોકરી કરી રહેલા કાશ્મીરી પંડિતોની કાશ્મીરમાંથી ટ્રાન્સફર કરવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી. પીડીપી પ્રમુખ અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ સરકાર પર પ્રહાર કર્યા છે. જો આતંકવાદ ખતમ થઈ ગયો છે તો આમને કોણે માર્યા? સરકાર શું કરી રહી છે?
મહેબુબા મુફ્તીએ આપ્યું નિવેદન
મહેબુબા મુફ્તીએ કહ્યું કે જે બેરહેમીથી સંજય શર્માની હત્યા થઈ છે તેને લઈ અમે શર્મિંદા છીએ. કાશ્મીરી પંડિતોની મદદ કરવાવાળા મુસ્લિમો સંકટમાં છે. હું સરકારને મૃતકના પત્નીને નોકરી આપવા માટે અપીલ કરું છું. તેમના 3 છોકરા છે અને પ્રત્યેકને 5 લાખ આપવામાં આવે તેવી વાત કહી હતી. તે ઉપરાંત સરકાર પર પ્રહાર કર્યા છે. જો આતંકવાદ ખતમ થઈ ગયો છે તો આમને કોણે માર્યા? સરકાર શું કરી રહી છે?