મણિપુર હિંસાને લઈ દેશના અનેક રાજ્યોમાં લોકોએ નોંધાવ્યો વિરોધ, જુઓ વિરોધમાં નિકળેલી રેલીના વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-26 10:17:45

મણિપુરમાં દિવસેને દિવસે હિંસા વધતી ગઈ રહી છે. થોડા દિવસો પહેલા મણિપુરથી એક વીડિયો સામે આવ્યો હતો જેમાં બે મહિલાઓને નગ્ન કરી તેમની પર બળાત્કાર ગૂજારવામાં આવ્યો હતો. વીડિયો જૂનો હતો પરંતુ વીડિયો સામે આવ્યા બાદ દેશભરના લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. વિપક્ષી પાર્ટી ઉપરાંત લોકોએ માગ કરી હતી કે પીએમ મોદી તેમજ કેન્દ્રીય મંત્રીઓ મૌન તોડે અને મણિપુરને શાંત કરવા કોઈ પગલા લે. સંસદમાં પણ મણિપુરને લઈ હંગામો થઈ રહ્યો છે. અનેક વખત સંસદની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે. ત્યારે ગઈકાલે મણિપુરમાં થયેલી હિંસાને લઈ દેશના અલગ અલગ ભાગોમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. 

મણિપુરમાં થયેલી હિંસાના વિરોધમાં નિકળી હતી મોર્ચા રેલી 

છેલ્લા ઘણા મહિનાઓથી મણિપુર ભડકે બળી રહ્યું છે. અનેક લોકોએ આ હિંસામાં પોતાનો જીવ ગુમાવ્યો છે. મહિલાઓનો એક વીડિયો સામે આવ્યો હતો જેણે સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. સંસદમાં પણ આ મુદ્દો ઉઠ્યો છે. ત્યારે ગઈકાલે દેશના વિવિધ રાજ્યોમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને મણિપુર હિંસાના પીડિતોને પુરજોશમાં સમર્થન આપ્યું હતું. મહારાષ્ટ્રમાં તેમજ ગુજરાતમાં આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ચૈતર વસાવાએ ભાજપ સરકાર પર પ્રહાર કર્યા છે. 

ચૈતર વસાવાએ ભાજપ સરકાર પર કર્યા પ્રહાર 

દેદિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા મણિપુરમાં થયેલી હિંસાને લઈ પહેલેથી જ આક્રોશમાં દેખાતા હતા. રવિવારે બંધનું એલાન કરવામાં આવ્યું હતું. ત્યારે ગઈકાલે પણ મણિપુરમાં થઈ રહેલી હિંસાને લઈ રેલી નિકાળવામાં આવી હતી. આ મામલે ચૈતર વસાવાએ ટ્વિટ કરી હતી જેમાં તેમણે લખ્યું કે ભાજપ સરકાર મહિલાઓની સુરક્ષા કરવામાં સદંતર નિષ્ફળ નીવડી છે. મહિલાઓને સુરક્ષા આપવાના બદલે મહિલા સુરક્ષાની માગ કરતા આપ કાર્યકર્તાઓની અટકાયત કરનાર બેશરમ ભાજપ સરકાર થોડી શરમ કરો. 

નોર્થ ઈન્ડિયન સ્ટેટમાં લોકોએ નોંધાવ્યો વિરોધ

મહત્વનું છે કે મણિપુરમાં ભડકેલી હિંસાના વિરોધમાં મણિપુર, મિજોરમ, નાગાલેન્ડ સહિત અનેક રાજ્યોમાં મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. મણિપુરમાં આદિવાસી લોકો સાથે થતાં અત્યાચાર વિરૂદ્ધ લોકોએ વિરોધ કર્યો હતો. નોર્થ ઈન્ડિયાના રાજ્યોમાં જનજાતિ સમુદાયે આક્રોશમાં રેલી નિકાળી હતી.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?